+

કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન સમારોહ યોજાયો..

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ વખત હિન્દુ ધર્મમાં આંતરજ્ઞાતિય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રામોદ દ્વારા જાતિ તોડો સમાજ જોડોના ઉદેશ સાથે યોજાયેલ સમારોહમાં…

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ વખત હિન્દુ ધર્મમાં આંતરજ્ઞાતિય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રામોદ દ્વારા જાતિ તોડો સમાજ જોડોના ઉદેશ સાથે યોજાયેલ સમારોહમાં જુદીજુદી જ્ઞાતિના દિકરા દિકરીઓના સામસામા લગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા.આ લગ્નોત્સવમાં બે નવ દંપતિઓએ લગ્નના બંધને બંધાઈને પ્રભુતામાં પગલા માડયા હતાં.રામોદ ગામે યોજાયેલ આ લગ્નોત્સવમાં આયોજકો,આગેવાનો અને નવંદપતિઓએ એક માનવ સમાજનું ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ હતું.

Image preview

કોટડા સાંગાણીના રામોદ ગામે યોજાયેલ આંતરજ્ઞાતિય લગ્ન સમારોહમાં દિપ પ્રાગટ્ય જૂનાગઢના શ્રીમતિ ગીતાબેન પરમારના હસ્તે કરવામાં આવેલ હતું.તેમજ પૂજ્ય શામળદાસ બાપુ-દાસી જીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર,પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુ મુચકુંડ ગુફા-જૂનાગઢ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે મુખ્ય અતિથિ તરીકે રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા,અતિથિ વિશેષ ઘનશ્યામભાઈ ખાટરીયા,મુખ્ય મહેમાન શ્રી જીતુભાઈ મણવર-જૂનાગઢ,દેવકુભાઈ ખાટરીયા-રામોદ,અરવિંદભાઈ સીંધવ-કોટડા સાંગાણી તાલુકા પંચાયત પ્રમુખ,મનસુખભાઈ પડાળીયા,ગીરધરભાઈ શેખડા,બી.સી.વાળા એડવોકેટ તેમજ શ્રી સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ગોંડલ ના ફાઉન્ડર રાજેશભાઈ સખીયા અને તેમની ટીમ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Image preview

જ્યારે આ લગ્નોત્સવમાં બંને દિકરીઓને સોનાના પેડલ સાથે 199 વસ્તુઓનો સંપૂર્ણ કરિયાવર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ ગોંડલ રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા આપીને નવ દંપતિઓને આશીર્વચન પાઠવેલ હતા.

આ પણ  વાંચો- GTU જીએસપીના પ્રોફેસર્સને ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવામાં નાઈટ્રોસામાઈન મળ્યુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ-વિશ્વાસ ભોજાની ,ગોંડલ 

Whatsapp share
facebook twitter