+

AHMEDABAD : મેઘાણીનગર વિસ્તારમાં રામ મંદિર સંઘર્ષ ગાથાનુ આયોજન કરવામાં આવ્યુ

રામ મંદિર સંઘર્ષ ગાથા : અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી…

રામ મંદિર સંઘર્ષ ગાથા : અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી સંગ આખું ભારત ભગવાન રામનું સ્વાગત કરવા માટે વાટ માંડીને બેઠું છે.  પ્રશાસન પણ હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓમાં લાગ્યું છે.

ત્યારે રામ ભક્તો તેમના ઇષ્ટ ભગવાન રામના સ્વાગત માટે અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. પાંચસો વર્ષના સંઘર્ષ,તપસ્યા અને પ્રતિક્ષા બાદ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે સૌથી વધુ આનંદ રામભક્તો અને કારસેવકોમાં જોવા મળી રહ્યો છે.

રામ મંદિરની સંઘર્ષ ગાથાનું વર્ણન કરતા કારસેવકો

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના મંદિરની સંઘર્ષ ગાથાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

બે વખત કારસેવામાં ભાગ લેનારા વક્તાઓએ રામ મંદિરની સંઘર્ષ ગાથાનુ વર્ણન કર્યુ હતુ.આ પ્રસંગે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સાથે રામલલાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો — Ramotsav : રામમય બન્યું ગુજરાત! ઠેર ઠેર રામભક્તિના અનેક રંગ, ક્યાંક શોભાયાત્રા તો ક્યાંક મહાયજ્ઞ-મહાપ્રસાદ

 

 

Whatsapp share
facebook twitter