+

Rajkot: ગોંડલ નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટતા થયો અકસ્માત, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

Rajkot: રાજકોટ નેશનલ હાઇવે પર અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. અનેક માનવ જીંદગી અકસ્માતની ઘટનામાં મોત નિપજતી હોય છે. ત્યારે આજરોજ વહેલી સવારે ગોંડલ નેશનલ હાઇવે (Gondal…

Rajkot: રાજકોટ નેશનલ હાઇવે પર અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. અનેક માનવ જીંદગી અકસ્માતની ઘટનામાં મોત નિપજતી હોય છે. ત્યારે આજરોજ વહેલી સવારે ગોંડલ નેશનલ હાઇવે (Gondal National Highway) પર આવેલ તાલુકા પોલીસ સ્ટેશન (Police Station) નજીક એક પેસેન્જર ભરીને જતી ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

અકસ્માત સર્જાતા એક સાઈડનો હાઇવે બંધ

ગોંડલ નેશનલ હાઇવે (Gondal National Highway) પર વહેલી સવારે જૂનાગઢ તરફથી પેસેન્જર ભરી આવતી મીની ટ્રાવેલ્સ બસ ગોંડલ (Gondal) હાઇવે પર તાલુકા પોલીસ સ્ટેશન નજીક પોહચતા પલટી મારી હતી. બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. હાઇવે પર ખાનગી બસ પલટી મારતા નેશનલ હાઇવે પર નો એક સાઈડનો રોડ બંધ થઈ જવા પામ્યો હતો. અન્ય વાહન ચાલકોને સર્વિસ રોડ પર પસાર થવા ફરજ પડી હતી. અકસ્માતની ઘટના ની જાણ થતા ગોંડલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નેશનલ હાઇવે પરથી બસ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

સર્વિસ રોડ પર ટ્રક પલટી મારી જતા અકસ્માત

રાજકોટ નેશનલ હાઇવે (Rajkot National Highway) પર ગઈકાલ સાંજે આશાપુરા ચોકડી નજીક સર્વિસ રોડ પર સિમેન્ટની કોથળીઓમાં ફોતરી ભરેલ ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સર્વિસ રોડ પર સાઈડ પડેલ એક ઓટો રીક્ષા અને એક્ટિવા પર પલટી મારતા સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. અકસ્માતના બનાવ લઈને હાઇવે પરથી પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ જવા પમ્યા હતા. અકસ્માતની ઘટના ની જાણ થતાં ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.  નોંધનીય છે કે, હાઈવે પર અત્યારે અકસ્માતની સંખ્યા સતત વધી રહીં છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Upendra Dwivedi New Army Chief: ભારતીય સૈન્ય ઈતિહાસમાં પહેલીવાર! સૈનાના સર્વોચ્ચ હોદ્દા પર બે મિત્રો

આ પણ વાંચો: Valsad: પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત, પંથકમાં શોકનો માહોલ

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચના

Whatsapp share
facebook twitter