+

Red Alert : આગામી 3 કલાક હવે મેઘરાજા….

Red Alert : રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરાયું છે. દક્ષિણ…

Red Alert : રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરાયું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભાારે વરસાદ વરસી શકે છે તેથી સાવધ રહેવા જણાવાયું છે.

 

  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ
  • છેલ્લા 4 કલાકથી 135 તાલુકામાં વરસાદી માહોલ
  • ભિલોડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
  • બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર-દક્ષિણમાં રેડ એલર્ટ
  • સુઈગામ અને ચીખલીમાં પોણા 3 ઈંચ વરસાદ
  • ઓલપાડ અને બહુચરાજીમાં 2-2 ઈંચ વરસાદ
  • ખેરગામ, વઘઈ, તલોદ, વાંસદામાં દોઢ ઈંચ વરસાદ
  • ડોલવણ, જોટાણા, સાવરકુંડલામાં સવા 1 ઈંચ
  • વલસાડ, કડી, વાલોડ, વ્યારામાં 1-1 ઈંચ વરસાદ
  • છેલ્લા 2 કલાકમાં 77 તાલુકામાં વરસ્યો વરસાદ
  • ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ

રાજ્યમાં ચોમાસું જામી ચુક્યું છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3 કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ વિસ્તારોમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ ઈસ્યુ કર્યું છે જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના 88 ગામોમાં હાલ વીજ પુવઠો ઠપ્પ

આ વિસ્તારોમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે જેથી સાવધ રહેવું જરુરી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વીજપુરવઠો ખોરવાઇ ગયો છે તો રસ્તા પણ તૂટી ગયા છે. રાજ્યના 88 ગામોમાં હાલ વીજ પુવઠો ઠપ્પ છે.ખાસ કરીને ભાવનગર જિલ્લાના 36 ગામો, કચ્છ જિલ્લામાં 29 અને જૂનાગઢ જિલ્લાના 16 ગામોમાં વીજપુરવઠો બંધ છે.

રાજ્યમાં 116 રોડ રસ્તા બંધ

ભારે વરસાદના કારણે રાજ્યમાં 116 રોડ રસ્તા બંધ છે જ્યારે 3 સ્ટેટ હાઈવે બંધ છે. બે હાઇવે જુનાગઢ અને એક હાઇવે પોરબંદરમા બંધ છે. પંચાયત હસ્તકના 99 રસ્તાઓ બંધ છે. જૂનાગઢ જિલ્લામાં પંચાયત હસ્તકના ૪૪ રસ્તા બંધ છે.

આ પણ વાંચો— Heavy Rain : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભયાનક…..

આ પણ વાંચો— Heavy Rain: જૂનાગઢ વરસાદથી ધમરોળાયું! સોરઠમાં 10,000થી વધુ લોકો થયા સંપર્ક વિહોણા

Whatsapp share
facebook twitter