+

Rajkot પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂનો જથ્થો ઝડ્યો

Rajkot police: રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા તથા PSI એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન હકીકત મળી હતી કે સફેદ કલરની મહીન્દ્રા…

Rajkot police: રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા તથા PSI એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન હકીકત મળી હતી કે સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર રજી નં-GJ-0૩-CA-0747 વાળીમાં દેશીદારૂનો જથ્થો ભરી ગોંડલ તાલુકાના ભુણાવા ગામની ચોકડીએથી નીકળનાર છે. આ બાતમીના આધારે રાજકોટ રૂરલ LCB પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.

પોલીસને કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવ્યો

નોંધનીય છે કે, દરમિયાન પોલીસને મળેલ બાતમી વાળી કાર નીકળતા રોકવા જતા કાર ચાલકે કાર ઉભી રાખેલ નહીં અને કાર બીલીયાળા ગામ બાજુ નેશનલ હાઇવે ઉપર ભગાડેલ અને કાર યુ-ટર્ન મારી પુરેવર ફુડ પ્રા.લી.ની સામે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ઉપર જમણી સાઇડ બાજુ ડીવાઇડર ઉપર ચડાવી દિધેલ જે કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયા 2,14,000/- નો કુલ મુદ્દામાલ જપ્ત કરાયા

રાજકોટ રૂરલ LCB ની ટીમે દેશી દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો કાર ઝડપી પાડી કાર ચાલક વીપુલભાઇ ધીરાભાઇ ઉઘરેજીયા વીરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવેલ છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે દેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ અને કાર સહિત રૂપિયા 2,14,000/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે સાથે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસને જોઈને આરોપી કાર ભગાવીને ભાગ્યા

ઉલ્લેખનીય છે કે, પોલીસને જોઈને આરોપી કાર ભગાવીને ભાગી ગયા હતાં. આ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કરીને તેમને ઝડપી પાડ્યા હતા. કાર્યવાહીના ભાગરૂપે પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ અને કાર સહિત રૂપિયા 2,14,000/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, રાજકોટ

આ પણ વાંચો: Rain: રાજ્યમાં થયો સર્વત્ર વરસાદ, અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિત અનેક જિલ્લામાં મેઘ મહેરબાન

આ પણ વાંચો: Gondal: વરસાદનો છાંટો પડ્યો ‘ને વીજળી ગુલ, લોકો PGVCL ની લાપરવાહીથી ત્રસ્ત

આ પણ વાંચો: Daman થયું શર્મનાક! મર્યાદાને નેવે મુકી દરિયા કિનારે યુવક અને યુવતીએ ખુલ્લેઆમ કરી બીભત્સ હરકતો

Whatsapp share
facebook twitter