+

Rajkot: આને કહેવાય વિકાસ? નેતાજીએ કર્યું ખખડધજ બસનું ઉદ્ઘાટન, વીડિયો થયો વાયરલ

Rajkot: રાજકોટમાં ગઈકાલે CNG બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રાજકોટ મહાપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા ગઈકાલે લોકાર્પણ કરવામાં આવેલી નવી CNG બસનો એક વીડિયો સામે આવ્યો છે.…

Rajkot: રાજકોટમાં ગઈકાલે CNG બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રાજકોટ મહાપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા ગઈકાલે લોકાર્પણ કરવામાં આવેલી નવી CNG બસનો એક વીડિયો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, નવી નકોર CNG બસમાં ડ્રાઈવરની સીટ તૂટેલી હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે, આ વીડિયો ઉદ્ઘાટન સમયનો છે જેમાં નવી CNG સિટી બસની ડ્રાઈવર સીટ તૂટેલી હોવાનો જણાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે, આખરે તૂટેલી બસ ઉદ્ઘાટનમાં શાં માટે રાખવામાં આવી? તમને જણાવી દઈએ કે, પહેલા દિવસે જ બસની અંદર તૂટેલી સીટથી બસની જાળવણી અંગે પણ સવાલો થઈ રહ્યા છે.

બસોના ઉદ્ધાટનમાં આ નેતાઓની હતી ઉપસ્થિતિ

નોંધનીય છે કે, આ ઉદ્ધાટન સમયે અનેક રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો, બસના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પરશોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. તો શું અહીં આ રાજકીય નેતાઓએ ખામીયુક્ત બસનું ઉદ્ધાટન કર્યું?

પ્રદૂષણ ઘટાડવા CNG ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરાઈ

બસોની વાત કરવામાં આવે તો, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણ ઘટાડવા માટે સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અત્યારે શહેરી બસ સેવા માટે 100 નોન એ.સી. CNG મિની બસના પ્રોક્યોરમેન્ટ તથા ગ્રોસ કોસ્ટ મોડલથી સપ્લાય કરવાના કામની જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. આ કામની એજન્સીને ગ્રોસ કોસ્ટ મોડેલથી ડ્રાઇવર, કન્ડક્ટર, ફ્યુલ, ઓપરેશન તથા મેઈનટેનન્સ સાથે 08 વર્ષ ચલાવવા માટે 100 CNG ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar: તસ્કરોની હિંમત તો જુઓ! આખો આઈસર ટ્રક લઈને આવ્યા ચોરી કરવા

આ પણ વાંચો: Bhavnagar મનપાના અધિકારી ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ, 4 વર્ષથી હતાં સંપર્કમાં

આ પણ વાંચો: Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

Whatsapp share
facebook twitter