+

Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી…

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી મોટા સમાચાર આવ્યા છે. પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ (Patidar Samaj) આવ્યો છે. રાજકોટમાં 4 મેના રોજ પાટીદાર સમાજ વિશાળ સ્નેહમિલન સમારોહ (Snehmilan Sammelan) યોજશે, જેમાં લેઉવા-કડવા પાટીદાર પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં એક મંચ પર જોવા મળશે.

રાજ્યની ચર્ચિત એવી રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાને (Parshottam Rupala) ટિકિટ આપી છે જ્યારે તેમની સામે કોંગ્રેસે (Congress) પરેશ ધાનાણીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. આ વિરોધ વધુ ઉગ્ર થતા પરશોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી ઘણીવાર સમાજની માફી પણ માગી છતાં, ક્ષત્રિય સમાજ (Kshatriya Sama) પોતાની માગ પણ અડગ છે અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યો છે. ત્યારે હવે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ (Patidar Sama) આવ્યો છે.

સંમેલનમાં ઉધોગપતિઓ અને વેપારીઓ જોડાશે

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટમાં (Rajkot) 4 મેના રોજ પાટીદાર સમાજ વિશાળ સ્નેહ મિલન સમારોહ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન લેઉવા અને કડવા પાટીદાર સમાજ પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં એક મંચ પર જોવા મળશે. આ સંમેલનમાં અનેક પાટીદાર ઉધોગપતિઓ અને વેપારીઓ જોડાશે. સાથે જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે. જણાવી દઈએ કે, જાણીતા નેતા અને રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) લઇને આપત્તિજનક નિવેદન આપ્યું હતું, જેના પછીથી તેમનો વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – Kshatriya Samaj : પદ્મીનીબા વાળાના મોટા એલાનથી ખળભળાટ

આ પણ વાંચો – અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા કુમાર કાનાણી નારાજ!

આ પણ વાંચો – PM MODI : ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવાતી પ્રચાર શરુ

Whatsapp share
facebook twitter