+

Rajkot: ‘કસુરવારને છોડવામાં નહીં આવે’ સુભાષ ત્રિવેદીએ કરી ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત

Rajkot Game Zone Tragedy: રાજકોટ (Rajkot) અગ્નિકાંડમાં મૃત્યુઆંક હજી પણ વધી રહ્યો છે. અત્યારે 33 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે કાર્યવાહી કરવા માટે તંત્ર…

Rajkot Game Zone Tragedy: રાજકોટ (Rajkot) અગ્નિકાંડમાં મૃત્યુઆંક હજી પણ વધી રહ્યો છે. અત્યારે 33 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે કાર્યવાહી કરવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, રાજકોટ (Rajkot )માં ગેમઝોનમાં લાગેલી આગ મામલે SIT ટીમના અધ્યક્ષ સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત કરીને વિગતો મેળવી છે. SIT ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આ ખુબજ દુ:ખદ ઘટના છે, આ મામલે કોઈ પણ કસુરવારને છોડવામાં નહીં આવે અને દરેકને ન્યાય આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, યોગ્ય તપાસ થાય તે દિશામાં કાર્યવાહી થશે.

શું આરોપીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવશે?

આ હત્યાકાંડ મામલે તપાસ કરવામાં આવે તેવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, તેના ભાગરૂપે SIT ટીમ કામે લાગી છે, પરંતુ શું આરોપીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે, આ પહેલા પણ આવી દુર્ઘટનાઓમાં SIT ની રચનાઓ કરવામાં આવેલી છે. ખેર અત્યારે તો SIT ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ કહ્યું છે કે, કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલા ભરવામાં આવશે.

આખરો આ સંચાલકો પર કોની મહેરબાની હતી?

હવે જોવાનું એ છે કે, આખરે આ સંચાલકોને કેવી સજા થાય છે? કારણ કે, Rajkot ગેમ ઝોનમાં 2 હજાર લિટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, આ સાથે ત્યા વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું અને અસંખ્ય ટાયરો પણ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ એમાં ફાયર એનઓસી પણ નહોતી. તો પછી આ ગેમ ઝોન ચાલી કેવી રીતે રહ્યો હતો? આખરો આ સંચાલકો પર કોની મહેરબાની હતી? શું લોકોની જિંદગીની કોઈ કિંમત નથી?

ભડથું થયેલા લોકોના પરિવારજનોનું હૈયાફાટ રૂદન

તમને જણાવી દઇએ કે, રાજકોટ (Rajkot )ની આ દુર્ઘટનામાં ભડથું થયેલા લોકોના પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. કારણે કે, પરિવારજનોને પોતાના સ્વજનોનો છેલ્લીવાર ચહેરો પણ જોઈ શકે તેમ નથી. કારણ કે, મૃતકોના એક પણ અંગની ઓળખ થઈ શકે તેમ નથી. રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. સરકાર દ્વારા કડક આદેશ પર કરવામાં આવ્યા છે કે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આવા આદેશથી શું થવાનું છે?

આ પણ વાંચો:  Rajkot GameZone Tragedy: એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

આ પણ વાંચો:  Rajkot GameZone Tragedy: રાજકોટના પ્રતિષ્ઠિત અખબારનો સનસનીખેજ અહેવાલ! લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહ્યા છે નેતાઓ!

આ પણ વાંચો:  Rajkot GameZone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ! ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા, કહ્યું – જવાબદારો સામે..

Whatsapp share
facebook twitter