+

Rajkot Fire Incidentમાં ફાયર બ્રિગેડનો વળતો પ્રહાર….

Rajkot fire incident : રાજકોટ અગ્નિકાંડ (Rajkot fire incident) માં મોટો ઘટસ્ફોટ થયો છે. એક તરફ પોલીસ એમ કહી રહી છે કે ટીઆરપી ગેમઝોનને લાયસન્સ આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ…

Rajkot fire incident : રાજકોટ અગ્નિકાંડ (Rajkot fire incident) માં મોટો ઘટસ્ફોટ થયો છે. એક તરફ પોલીસ એમ કહી રહી છે કે ટીઆરપી ગેમઝોનને લાયસન્સ આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે ગુજરાત ફર્સ્ટ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે પોલીસ દ્વારા ફાયર બ્રિગેડના અભિપ્રાય વગર જ મંજૂરી આપી દેવામાં આવી હતી.

ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરાયા

દેશવાસીઓને હચમચાવી દેનારા રાજકોટ અગ્નિકાંડના દોષિતો સામે હવે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાની શરુઆત કરી છે. ગુજરાત હાઇકોર્ટે પણ આ મામલે આજે અધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હતો. રાજ્ય સરકારે મંજૂરી આપવામાં બેદરકારી દાખવનારા 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે જેમાં રાજકોટના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરાયા છે.

પોલીસ દ્વારા અભિપ્રાય વગર જ આ મંજૂરી આપી દેવામાં આવી હતી

દરમિયાન, રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર આઇ.વી.ખેરે પોલીસ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસ દ્વારા લાયસન્સ રીન્યુ સમયે ફાયર વિભાગની મંજૂરી લેવામાં આવી જ ન હતી. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા અભિપ્રાય વગર જ આ મંજૂરી આપી દેવામાં આવી હતી.

અમારી પાસે આ સંદર્ભના કોઇ ડોક્યુમેન્ટ પણ આવ્યા નથી

તેમણે કહ્યું કે આજે જે ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે તેની કાર્યવાહી તેમના તરફથી કરાઇ નથી. સસ્પેન્સનની જાણ તેમને પણ ન્યૂઝ ચેનલો દ્વારા મળી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે અરજદાર સુધી આજ દિન સુધી કોઇ જ અરજી ફાયર બ્રિગેડમાં કરાઇ નથી. અને એનઓસી પણ આજ દિન સુધી અપાઇ નથી. અમારી પાસે આ સંદર્ભના કોઇ ડોક્યુમેન્ટ પણ આવ્યા નથી કે અમારા તરફથી કોઇ પત્ર વ્યવહાર પણ થયો નથી. અમારો અભિપ્રાય જ લેવાયો નથી તેમ તેમણે કહ્યું હતું.

પોલીસ વિભાગનો ઢાંક પીછોડો

આ સમગ્ર મામલે પોલીસ વિભાગ ક્યાંકને ક્યાંક ઢાંક પીછોડો કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ સંદર્ભે 2 સિનીયર પીઆઇને પણ આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો— Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

આ પણ વાંચો— Takshashila fire : ન્યાયને ઝંખી રહેલા પીડિતો…!

Whatsapp share
facebook twitter