+

Rajkot: અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ, મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની

Rajkot: રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો…

Rajkot: રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ પર્દાફાશ થયો છે. તમને જણાવી દઇએ કે, રાડકોટ અગ્નિકાંડ મામલે TPO મનસુખ સાગઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે મનસુખ સાગઠિયા જ અનેક કાળા કામનો મુખ્ય ચહેરો છે. જાણકારી પ્રમાણે મનસુખ સાગઠીયા પર વર્ષોથી ગોરખધંધા ચલાવવાનો આરોપ લાગ્યો છે.

ગુજરાત ફર્સ્ટના કેમરા સામે મનસુખ સાગઠીયા સામે સંગીન આરોપ

મળતી વિગતો પ્રમાણે મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની સામે આવી છે. ગુજરાત ફર્સ્ટના કેમરા સામે મનસુખ સાગઠીયા સામે સંગીન આરોપ લાગ્યા છે. રાજકોટમાં અનેક કૌભાંડ કર્યા હોવાનો સાગઠિયા સામે આરોપ લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ રાજકોટના મોટા નેતાઓના સાગઠીયા પર ચાર હાથ હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટે સાથે વાત કરતા રાજકોટ ના સામાજિક અગ્રણીએ મનસુખ સાગઠીયા પર મોટો આરોપ લગાવ્યો છે. મનસુખ સાગઠીયા સામે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ આરોપો લાગ્યા છે. રાજકોટમાં દલિત સમાજની સોસાયટીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અનુસૂચિત જાતિ માટે તૈયાર કરાયેલી સોસાયટીમાં કૌભાંડનો આરોપ સામે આવ્યો છે.

સાગઠીયાના મળતિયાએ મોટાપાયે કૌભાંડ કર્યાનો આરોપ

અત્યારે એવી પણ વિગતો સામે આવી છે કે, મનસુખ સાગઠીયાના મળતિયાએ મોટાપાયે કૌભાંડ કર્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોની પણ સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. આરોપ પ્રમાણે સાગઠિયાના મોટાભાઈ સામે પણ લગાવ્યા આરોપ લાગ્યા છે. તમને જણાવી દઇએ કે, પરિવારના તમામની તપાસ થાય તો મોટા પર્દાફાશ થાય તેવી આશંકા વર્તાઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એક ભાઈની ગાંધીનગરમાં પણ વ્યાપક પહોંચનો પણ આરોપ લાગ્યો છે.

પ્લોટની ફાળવણી અને વેચાણમાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ

તમને જણાવી દઇએ કે, મનસુખ સાગઠિયાના કાળા કારનામાનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠીયા પર રાજકોટની મલુમંગલ સોસાયટીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્લોટની ફાળવણી અને વેચાણમાં ગેરરીતિ આચરી હોવાનો અત્યારે રાજકોટના એક સામાજિક અગ્રણીએ આરોપ લગાવ્યો છે. આ સાથે કો.ઓપરેટિવ સોસાયટીના નિયમોનો સરેઆમ ભંગનો પણ આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે, સાગઠીયા પર અત્યારે અનેક સંગીન આરોપો લાગી રહ્યા છે. મલુમંગલ સોસાયટીમાં કરાયેલા આરોપો અને SIT નોંધ લે તેવી માગણીઓ કરવામાં આવી છે. SIT સઘન તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે

માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ મોસાળમાં સામ્રાજ્ય હોવાનો આરોપ

મનસુખ સાગઠિયાનો મોસાળમાં વૈભવી બંગલો હોવાનો પણ આરોપ લાગ્યો છે. આ સાથે સાથે કમર કોટડામાં માતા-પિતાનું સમાધિ સ્થાન બનાવ્યું છે. એટલું જ નહીં પરંતુ મોટાપાયે કાળા નાણાંથી બંગલો બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે રાજકોટના પૂર્વ ટીપીઓ સામે એક પછી એક આરોપો લાગી રહ્યા છે, તેમાં પણ એક બે નહીં પરંતુ અનેક આરોપ સામે આવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ન માત્ર રાજકોટમાં પરંતુ મોસાળમાં પણ સામ્રાજ્ય હોવાનો મનસુખ સાગઠીયા પર આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો: Rajkot TRP GameZone : ફાયર ઓફિસર બી.જે. ઠેબાની વધશે મુશ્કેલીઓ! ક્રાઈમ બ્રાંચની તપાસ શરૂ

આ પણ વાંચો:  Rajkot GameZone : TPO સાગઠિયાની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ ખુલ્યું! ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી

આ પણ વાંચો:  Rajkot GameZone : અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો ? : HC

Whatsapp share
facebook twitter