+

અમદાવાદમાં કાયદા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ, મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં યુવક પર હુમલો

Ahmedabad : અમદાવાદમાં ક્રાઈમ (Crime) સતત વધી રહ્યા છે. શહેરમાં રોજ કોઇને કોઇ ગુનાખોરીની ઘટનાઓએ જનતાને પરેશાન કરી દીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે મિર્ઝાપુર (Mirzapur) માં જાહેરમાં ફાયરિંગ…

Ahmedabad : અમદાવાદમાં ક્રાઈમ (Crime) સતત વધી રહ્યા છે. શહેરમાં રોજ કોઇને કોઇ ગુનાખોરીની ઘટનાઓએ જનતાને પરેશાન કરી દીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે મિર્ઝાપુર (Mirzapur) માં જાહેરમાં ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. શખ્સ ફાયરિંગ કરતા CCTV કેમેરામાં કેદ થયો છે.

  • અમદાવાદમાં કાયદા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ
  • મિર્ઝાપુરમાં જાહેરમાં ફાયરિંગની ઘટના આવી સામે
  • ફાયરિંગ કરતા CCTV કેમેરામાં થયા કેદ
  • જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર કર્યું ફાયરિંગ
  • ફાયરિંગમાં કોઈ ઇજાગ્રસ્ત નથી
  • શાહજમાન પઠાણ નામના યુવકે કર્યું ફાયરિંગ
  • પિતાને ખોટી શીખ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરીને ફાયરિંગ
  • શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદમાં સરાજાહેર ફાયરિંગ

અમદાવાદમાં ગુનાખોરી દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. ત્યારે આજે શહેરના મિર્ઝાપુરમાં જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, શાહજમાન પઠાણ નામના યુવકે જહાંગીર મુલ્લા નામના યુવક પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમા સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, કેવી રીતે શાહજમાન પઠાણ એક વાહનમાં આવે છે જે રોડના સાઈડમાં બેઠેલા જહાંગીર મુલ્લા પર અચાનક ફાયરિંગ કરવા લાગે છે. દરમિયાન જહાંગીર ત્યાથી ભાગી જાય છે અને શાહજમાન તેની પાછળ વાહન લઇને દોડે છે. સૂત્રોની માનીએ તો શાહજમાન પઠાણે પિતાને ખોટી શીખ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરી જહાંગીર પર ફાયરિંગ કર્યું હતું. આ મામલે હવે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો – Ahmedabad : નકલી પોલીસ બની પૈસા પડાવતા બે યુવકો ઝડપાયા

આ પણ વાંચો – Ahmedabad: સાઉથ બોપલમાં નવ પરિણીતાએ કરી આત્મહત્યા, પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી

Whatsapp share
facebook twitter