+

રાજ્યભરમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધા પર પોલીસની લાલ આંખ

રાજ્યભરમાં સ્પા પર પોલીસના દરોડા 24 કલાકમાં 851 સ્પામાં દરોડા પાડ્યા 152 લોકો સામે 103 ગુના દાખલ કરાયા અત્યાર સુધીમાં 105 આરોપીની ધરપકડ 27 સ્પા અને હોટલના લાયસન્સ રદ્દ 17…

રાજ્યભરમાં સ્પા પર પોલીસના દરોડા
24 કલાકમાં 851 સ્પામાં દરોડા પાડ્યા
152 લોકો સામે 103 ગુના દાખલ કરાયા
અત્યાર સુધીમાં 105 આરોપીની ધરપકડ
27 સ્પા અને હોટલના લાયસન્સ રદ્દ
17 ઓક્ટોબરે ગૃહરાજ્યમંત્રીએ આપી હતી સૂચના
સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સામે કડકાઈ

રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે પોલીસે ખાસ ઝૂંબેશ શરુ કરી છે. આ ઝુંબેશમાં અત્યાર સુધી રાજ્યભરમાં 851થી વધુ સ્પા માં પોલીસે દરોડા પાડ્યા છે અને સ્પા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે.  જેમાં 152 લોકો સામે 103 ગુના દાખલ કરાયા છે અને
અત્યાર સુધીમાં 105 આરોપીની ધરપકડ કરાઇ છે જ્યારે  27 સ્પા અને હોટલના લાયસન્સ રદ્દ કરાયા છે.

અમદાવાદમાં 350 સ્પા માં દરોડા

રાજ્યભરમાં સ્પા માં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરુ કરાઇ છે. મળતી માહિતી મુજબ પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અમદાવાદમાં 350 સ્પા માં દરોડા પાડ્યા છે અને 8 લોકોની ધરપકડ કરાઇ છે. આ ઉપરાંત સુરતમાં 50 અને રાજકોટમાં 13 સ્પા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં 2 સ્પા અને ભાવનગરમાં 5 સ્પા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાઇ છે.

જાહેરનામા ભંગના 9 ગુના નોંધી 8 લોકોની ધરપકડ

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે સ્પામાં ચાલતા ગોરખધંધા અંગે તપાસ કરવા રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પા માં દરોડા પાડવામાં આવતા ગોરખધંધા ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમદાવાદ સહિત તમામ મોટા શહેરોમાં આવેલા સ્પા માં પોલીસે તપાસ કરી હતી. અમદાવાદમાં પોલીસે વીતેલા 24 કલાકમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલા 350 જેટલા સ્પા માં અચાનક દરોડા પાડી તપાસ કરી હતી. પોલીસે જાહેરનામા ભંગના 9 ગુના નોંધી 8 લોકોની ધરપકડ કરી હતી. સમગ્ર મામલા અંગે ક્રાઇમ બ્રાન્ચ ઉંડી તપાસ કરી રહી છે.

સુરતમાં 70થી વધુ સ્પા માં દરોડા

પોલીસે સુરતમાં 70થી વધુ સ્પા માં દરોડા પાડ્યા હતા અને 50 સ્પા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે
રાજકોટમાં 50થી વધુ સ્પામાં દરોડા પાડી 13 સ્પા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડી 2 સામે કાર્યવાહી કરી હતી અને ભાવનગરમાં 5 સ્પામાં દરોડા પાડયા હતા પણ કંઇ મળ્યું ન હતું.

Whatsapp share
facebook twitter