+

ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?

PM Modi on Rahul Gandhi Controversial Statement: લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, દેશમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે કે, જ્યારે બાકી રાજ્યોમાં ચૂંટણીને…

PM Modi on Rahul Gandhi Controversial Statement: લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, દેશમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે કે, જ્યારે બાકી રાજ્યોમાં ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસ પણ પ્રચાર કરી રહીં છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીને કોંગ્રેસના શહેજાદા કહીને આકરા વાક્ પ્રહાર કર્યા છે.

કોંગ્રેસના શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યુ છે. કોંગ્રેસના શહેજાદા તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી એવું કહે છે કે દેશના રાજા રજવાડાઓને અત્યાચારી કહ્યા હતા ગરીબોની જમીનો જ્યારે મરજી પડે ત્યારે હડપી લેતા હતા.’ વડપ્રધાન મોદીએ કહ્યું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી ચિન્નમા જેવા મહાન વ્યક્તિત્વનું અપમાન કહ્યું છે.’

રાહુલ ગાંધીનું નિવેદન તૃષ્ટિકરણની રાજનીતિ છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, મૈસુરુ રાજઘરાનેનું અહેસાન કોંગ્રેસના શહેજાદાને યાદ નથી રહ્યું. આજે આખો ભારત દેશ તેમને ગર્વ સાથે જોવે છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાનું આ નિવેદન સમજી વિચારીને વોટ બેંક માટે અને તૃષ્ટિકરણની રાજનીતિ માટે આપવામાં આવેલું બયાન છે. શહેજાદાએ રાજા મહારાજાઓને તો ખરાખોટા કહીં દીધા, તેમની તો આલોચના કરી દીધી પરંતુ ભારતના ઇતિહાસમાં જે અત્યાચાર સુલતાનોએ કર્યા, નવાબોએ કર્યો, નિઝામોએ કર્યા, મુઘલોએએ કર્યા અને બાદશાહોએ કર્યા તેના પર રાહુલ ગાંધીની બોલતી બંધ થઈ જાય છે અને રાજા મહારાજાઓને ગાળો આપે છે’

કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચાર યાદ નથી આવતાઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચાર યાદ નથી આવતા, જેણે આપણા સેંકડો મંદિરો તોડ્યા, અપમાનીત કર્યા હતા. કોંગ્રેસ તો ઔરંગઝેબના ગુણગાન કરવા વાળી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરી રહીં છે. કોંગ્રેસને એ લોકો યાદ નથી આવતા જેને દેશના મંદિરોને લૂંટ્યા, લોકોની હત્યાઓ કરી, ગૌહત્યાઓ કરી! કોંગ્રેસને એ નવાબો યાદ નથી આવતા જેમનો ભારતના વિભાજનમાં મોટા હાથ હતો.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પણ આકરા વાક્ પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલ ગાંધી પોતાના ભાષણમાં એવું તો શું બોલ્યા કે રાજપૂત સમાજ ભડકી ઉઠ્યો?

આ પણ વાંચો:  Rahul Gandhi: મોટા વિવાદના એંધાણ; રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયાણીઓએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

આ પણ વાંચો: Rahul Gandhi ના નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ C R PATIL ના વાક પ્રહાર, જાણો શું કહ્યું

Whatsapp share
facebook twitter