- રાજકોટમાં વધુ એક યુવાનનુ હાર્ટ એટેકથી મૃત્યુ
- 19 વર્ષીય આદર્શ સાવલિયા નામના યુવકનું મૃત્યુ
- બાથરૂમમાં પડી જતાં યુવકને ખસેડાયો હતો સિવિલ
- યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે 24 કલાકમાં જ હાર્ટ એટેકથી મોતની ત્રીજી ઘટના સામે આવી છે. મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં પડી ગયો
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે.
ચાલુ બાઈકે આવ્યો હતો હાર્ટ એટેક
આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ હાર્ટ એટેકથી 2 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ બાદ કાપડના વેપારીનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો છે.
3 દિવસ પહેલા જ રાજસ્થાનથી આવ્યા હતા સુરત
તપાસમાં 42 વર્ષીય કાનજીસિંહ રાજપુત 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યા હોવાનું સામે આવ્યું હતું. કાનજીસિંહ સુરતથી કાપડ લઈ જઈ રાજસ્થાન વેપાર કરતા હતા. તેમનું અકાળે અવસાન થયા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મોરબીમાં ચોકીદારનું હાર્ટએટેકથી મૃત્યુ
મોરબીના રફાળેશ્વર ગામમાં ગઈકાલે કારખાનાના ચોકીદારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કારખાનાનો દરવાજો ખોલતી વખતે ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. કારખાનાના CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.
આપણ વાંચો- ભરૂચમાં વેપારી પર ફાયરિંગ મામલો: પુત્રએ જ આપી હતી પિતાની સોપારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ