+

Ahmedabad : લગ્નની પહેલી રાતે જ યુવતીએ પતિને કહ્યું….

Ahmedabad police : અમદાવાદ (Ahmedabad)ના ન્યુ રાણીપ વિસ્તારમાં પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકનું યુવતીના ભાઇએ અપહરણ કર્યા બાદ તેની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ…

Ahmedabad police : અમદાવાદ (Ahmedabad)ના ન્યુ રાણીપ વિસ્તારમાં પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકનું યુવતીના ભાઇએ અપહરણ કર્યા બાદ તેની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. હજું તો 6 ફેબ્રુઆરીએ જ આ યુવતીના લગ્ન થયા હતા અને લગ્નની પહેલી રાતે યુવતીએ પતિને પોતાના પ્રેમ પ્રકરણ અંગે જાણ કરતાં પતિએ પહેલી રાતે જ યુવતીને તેના ઘેર મોકલી દીધી હતી જેના પગલે મોડી રાત્રે યુવતીના ભાઇ અને મિત્રોએ યુવતીના પ્રેમીનું અપહરણ કર્યું હતું.

પુનમસિંહ ઝાલા નામના યુવકનું ત્રણ દિવસ પહેલા અપહરણ થયું હતું

ન્યુ રાણીપમાં રહેતા પુનમસિંહ ઝાલા નામના યુવકનું ત્રણ દિવસ પહેલા અપહરણ થયું હતું. આ કેસનો ભેદ સાબરમતી પોલીસે ઉકેલતા પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. મળેલી માહિતી મુજબ પોલીસમાં અંજનાબા ઝાલા નામના મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત 6 ફેબ્રુઆરીએ તેમના પતિ પુનમસિંહ ઝાલા કાર લઇને બહાર ગયા બાદ ઘેર પરત આવ્યા ન હતા. જો કે કાર ઘેર પાસેથી મળી હતી. મળતી વિગતો પ્રમાણે 6 ફેબ્રુઆરીના રોજ ઝુંડાલ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાં શિવાની પરમાર નામની એક યુવતીના લગ્ન થયા હતા. શિવાની પરમારના જે યુવક સાથે લગ્ન થયા હતા. તેની પહેલી રાત્રે 12 વાગ્યાની આસપાસ તેના પતિને તેના પ્રેમ સંબંધ વિશે જાણ કરી હતી. અને ત્યારે તેના પતિએ તાત્કાલિક તેના માતા-પિતા અને સાસુ-સસરાને જાણ કરીને મોડી રાત્રે જ શિવાનીને તેના ઘરે મોકલી દેવામાં આવી હતી. શિવાની પરમાર તેના ઘરે ગયા પછી તેના ઘરે તેના ભાઈ જયેશ પરમારને તેના પ્રેમી પૂનમસિંહ ઝાલા વિશે જણાવ્યું હતું.

 

લગ્નની પહેલી રાતે આ યુવતીએ પોતાના પ્રેમ પ્રકરણ અંગે પતિને જાણ કરી

સમગ્ર મામલે પોલીસે તપાસ કરીને જયેશ અને તેના મિત્ર પરેશ અને અતુલને ઝડપી પાડ્યા હતા. પોલીસે કહ્યું કે આરોપી જયેશની બહેન સાથે અગાઉ પુનમસિંહને અફેર હતું જેના કારણે જયેશની બહેનના લગ્ન જે દિવસે થયા તે જ દિવસે ફોક થયા હતા. લગ્નની પહેલી રાતે આ યુવતીએ પોતાના પ્રેમ પ્રકરણ અંગે પતિને જાણ કરતાં પતિએ પહેલી જ રાતે યુવતીને ઘેર પરત મોકલી હતી.

બેભાન કરીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો

જયેશ પરમારે તેની બહેનના પ્રેમી વિશે માહિતી મેળવી તેના કાકા પરેશ પરમારની સાથે જઈને પૂનમસિંહને ફોન કરીને નીચે બોલાવ્યો અને ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ દરમિયાન અતુલ પરમાર અને વિક્રમ ડાભી નામના તેના બે મિત્રો પણ કારમાં સાથે ગયા હતા. સ્વિફ્ટ કારમા આવેલા 5 લોકોએ પૂનમસિંહનું અપહરણ કર્યા બાદ તેને જાસપુર ખાતે આવેલી નર્મદા કેનાલ નજીક લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને લાકડીથી મારા મારવામાં આવ્યો અને પટ્ટા વડે ગળું દબાવી બેભાન કરીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

સાબરમતી પોલીસે અપહરણના ગુના અંગે ફરિયાદ દાખલ કરીને તપાસની શરૂઆત કરી હતી. પ્રાથમિક તપાસમાં પરિવાર દ્વારા શેર બજારમાં દેવું થતાં ઘરેથી નીકળી ગયા છે. પરંતુ તપાસ આગળ વધતા બાતમીના આધારે માહિતી મળી કે આ અપહરણ પ્રેમ પ્રકરણમાં થયું છે. પોલીસ દ્વારા 7 ફેબ્રુઆરી સવાર સુધીમાં 100 કરતા વધારે મોબાઇલ નંબર અંગે CDR મંગાવીને તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન અનેક નવા તર્ક વિતર્કો સામે આવ્યા બાદ શિવાની પરમારના જે યુવકની સાથે લગ્ન થયા હતા. તે યુવકની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યાર બાદ તમામ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

લાશને જાસપુર નજીક કેનાલમાં ફેંકી દેવામાં આવી

મુખ્ય આરોપી જયેશ પરમાર અને પરેશ પરમાર કોર્ટ સમક્ષ હાજર થયા હતા જ્યાંથી સાબરમતી પોલીસે કબજો મેળવીને તપાસ દરમિયાન અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પૂછપરછમાં મૃતક પૂનમસિંહનું અપહરણ કર્યા બાદ તેનું મર્ડર કરીને લાશને જાસપુર નજીક કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડની ટીમ સાથે મળીને અચરાસણ નજીક એટલેકે 10 કિલોમીટર દૂરથી લાશ મળી આવી હતી. જેને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

અપહરણમાં વપરાયેલી સ્વિફ્ટ કાર સાથે ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો

સાબરમતી પોલીસે ચાર આરોપી અને અપહરણમાં વપરાયેલી સ્વિફ્ટ કાર સાથે ધરપકડ કરીને IPC કલમ 302, 364, 365, 323, 114, અને 120 (બી) ગુનો દાખલ કર્યો હતો. હાલ સાબરમતી પોલીસે આ અપહરણમાં એક આરોપી અને શિવાની પરમારની શોધખોળ હાથ ધરી છે.

બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી મર્ડર કર્યાનો ખુલાસો

પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી મર્ડર કર્યાનો ખુલાસો આરોપીઓએ કર્યો હતો જેથી પોલીસે આ મામલે જયેશ પરમાર, પરેશ પરમાર, વિક્રમ ડાભી અને અતુલ પરમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. જયેશ પરમાર અને પરેશ પરમારે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું
સમગ્ર મામલાની પોલીસ તપાસ કરી રહી છે.

અહેવાલ–પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો—-RAJKOT : તરલ ભટ્ટ બાદ વધુ એક PI વિવાદમાં, રૂ. 40 લાખના તોડમાં રાતોરાત કરાઈ બદલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter