+

NIDJAM 2024 : વેંકટા શ્રી શરન્યા સરનુએ ટ્રાયથ્લોન બી ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો

NIDJAM 2024 : મહારાષ્ટ્ર પનવેલથી આવેલી ખેલાડી વેંકટા શ્રી શરન્યા સરનુએ u-14 ટ્રાયથ્લોન બી રમતમાં ભાગ લીધો હતો. આ ખેલાડી 2019થી આ રમત માટે તૈયારી કરી રહી હતી. અને તેણે…

NIDJAM 2024 : મહારાષ્ટ્ર પનવેલથી આવેલી ખેલાડી વેંકટા શ્રી શરન્યા સરનુએ u-14 ટ્રાયથ્લોન બી રમતમાં ભાગ લીધો હતો. આ ખેલાડી 2019થી આ રમત માટે તૈયારી કરી રહી હતી. અને તેણે nidjam 2024 માં તેની મહેનતથી સિલ્વર મેડલ મેળવ્યો છે. તેણે પનવેલમાં શ્રીસ્યકુલ એકેડેમીમાં તાલીમ મેળવી હતી. અહીં nidjam 2024 પહેલા પણ તેને cbse નેશનલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, અને હવે u-16 માં ગોલ્ડ મેડલ મેળવી વધારે સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે.

છેલ્લા 5 વર્ષની સખત મહેનત બાદ આ ખેલાડીએ સિલ્વેર મેડલ મેળવ્યો છે. આ ખેલાડી સિલ્વર મેડલ મેળવીને ખુબ જ આનંદની લાગણી અનુભવી રહી છે. પરંતુ હજી પણ તે સિલ્વર મેડલથી સંતુષ્ઠ નથી હજી પણ તે ગોલ્ડ મેડલ મેળવવા માટે આગળ પ્રયત્ન કરી છે. PM મોદી જયારે 2036 માં ભારતમાં ઓલમ્પિકની તૈયારી કરી રહ્યા છે. અને ભારતમાં જયારે ગુજરાતમાં ઓલમ્પિકની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ છે. ત્યારે nidjam જેવી ઇવેન્ટ અહીં યોજાય તો તે ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્રે ખુબ સારી રીતે મદદ કરી શકે છે. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જયારે nidjam 2024 માં જયારે ખેલાડીઓ અને તેમના કોચ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે બધા ખેલાડીઓ અને કોચમાં આ ઇવેન્ટને લઈને સારો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. મોટા ભાગના લોકો સાથે વાત ચીતમાં જાણવા મળ્યું કે, આવી ઇવેન્ટ જેટલી વધારે થાય તેટલી જ રમત ગમત માટેની લોકોમાં જાગૃતતા વધે છે.

પ્રખ્યાત એથ્લેટ સરીતા ગાયકવાડ પણ 17 ફેબ્રુઆરીના રોજ આ ઇવેન્ટમાં મેડલ સેરેમનીમાં હાજર રહ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, જયારે PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ખેલમહાકુંભની શરૂઆત કરાવી હતી, અને હાલ પણ તે દર વર્ષે યોજાય છે. આ વર્ષે ખેલમહાકુંભમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા હતા. આના પરથી આપણે જોઈ શકીએ છે કે, લોકોમાં રમત ગમત પ્રત્યેની જાગૃતતામાં વધારો થયો છે. અને આવી વધારે ઇવેન્ટ જોન અહીં યોજવામાં આવે તો આનાથી ભવિષ્યમાં ખુબ જ ફાયદો થઇ શકે છે. અને ભારતને નીરજ ચોપરા અને પી વી સિંધુ જેવા અનેક ખેલાડીઓ મળી શકે છે. હાલ, nidjamની વાત કરવામાં આવે તો નાના નાના ખેલાડીઓ એટલા એક્ટિવ જોવા મળી રહ્યા છે. અત્યારે જ્યારે નાના બાળકો મોટા ભાગે મોબાઈલ અને કોમ્યુટરમાં ગેમ રમતા હોય છે. ત્યારે આ લોકો મેદાનમાં અલગ અલગ રમતો રમીને દેશનું અને તેમના પરિવારનું નામ રોશન કરે છે. આ જોઈને ખરેખર દેશના દરેક નાગરિકને ગર્વ અનુભવાય છે.

અહીં આ ઇવેન્ટમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 31 રાજ્યો અને કેન્દ્ર સાસિત પ્રદેશોમાંથી 616 જિલ્લાઓમાંથી 5500 થી પણ વધારે એથ્લેટ જોવા મળ્યા હતા. આ ઇવેન્ટ ૧૬ ફેબ્રુઆરીના રોજ શરુ થઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પણ nidjam 2024ના શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે, 18 ફેબ્રુઆરીના રોજ ફાયનલ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેડલ સેરેમની અને ક્લોસિંગ સેરેમની યોજવામાં આવશે.

અહેવાલ – મૈત્રી મકવાણા

આ પણ વાંચો – NIDJAM Success : વ્યાજે પૈસા લઇ આવેલા અનંત કુમારે સિલ્વર મેડલ જીત્યો

આ પણ વાંચો – NIDJAM 2024 : આજથી અમદાવાદમાં ઐતિહાસીક NIDJAM 2024 નો પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter