+

Naroda police: કાનપુરથી હથિયારની ડિલિવરી કરવા આવતા શખ્સની નરોડા પોલીસે કરી ધરપકડ

Naroda police: દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં તમામ હથિયાર રાખનારા લોકોએ પોતાના હથિયાર જમા કરવી રહ્યા છે. ત્યારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ઇમરાન નામના વ્યક્તિએ ઉતરપ્રદેશના કાનપુર…

Naroda police: દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં તમામ હથિયાર રાખનારા લોકોએ પોતાના હથિયાર જમા કરવી રહ્યા છે. ત્યારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ઇમરાન નામના વ્યક્તિએ ઉતરપ્રદેશના કાનપુર ખાતેથી 2 બંદૂક અને 10 જીવતા કારતૂસ મંગાવ્યા હતા.

2 બંદૂક અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા

ચૂંટણીના મહિલાને લઈને રાજ્યની પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને સાથે સાથે નાસતા ફરતા આરોપીઓની પણ ધરપકડ કરી રહી છે. ત્યારે 30 માર્ચની સવારે નરોડા પોલિસ (Naroda Police) પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એક ખાનગી બસમાંથી ઉતરેલા પેસેન્જર પર શંકા જતા તેની પૂછપરછ કરતાં તેની બેગમાંથી 2 બંદૂક અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. નરોડા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા મૂળ ઉતતરપ્રદેશના કાનપુરનો રહેવાસી આરોપી ગુફરાન અમદાવાદના નારોલ વિસ્તારમાં એમ્બ્રોડરી મશીન ચલાવતો હતો. દાણીલીમડામાં રહેતો ઇમરાન તેના સંપર્કમા આવ્યો હતો. ગુફરાન ઉત્તરપ્રદેશથી લાવેલા હથિયાર અહીંયા 40 હજાર રૂપિયામાં વેચવાનો હતો.

ઇમરાન સામે અગાઉ 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા

ઇમરાનનું નામ સામે આવતાની સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ ઇમરાન ની ધરપકડ થાય તે પહેલાં તે ફરાર થઈ ચૂક્યો હતો. નરોડા પોલીસ અને ઝોન 4 LCBની ટીમે વધુ તપાસ હાથ ધરતા ઇમરાન સામે અગાઉ 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મારામારી અને આર્મ્સ એકટ હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત અલગ અલગ જગ્યાએ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય ચે કે, અત્યારે નરોડા પોલીસે ફરાર આરોપી ઇમરાનની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી દીધી છે. જ્યારે ગુફરાન અગાઉ અહીંયા હથિયાર લઈને આવ્યો છે કે નહિ તે દિશામાં તપાસ ચાલુ કરી છે. આ સાથે આ હથિયાર ઇમરાને કેમ મંગાવ્યું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ અત્યારે આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહીં છે.

પ્રદિપ કચીયા, ગુજરાત 1st અમદાવાદ

આ પણ વાંચો: Parshottam Rupala: પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયાણીઓએ નોંધાવ્યો વિરોધ, આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ

આ પણ વાંચો: GUJARAT POLICE જાસૂસીકાંડમાં એક આરોપી એસએમસીના હાથે દમણમાંથી ઝડપાયો..

આ પણ વાંચો: VADODARA : ચા બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા પાડોશીએ દંડાવાળી કરી

Whatsapp share
facebook twitter