+

Narayan Sai : જનમટીપના કેદીને જેલમાંથી કાઢવા મહાઠગે 65 કરોડમાં કર્યો હતો સોદો

Narayan Sai : મહાઠગ દિપક ચંદ્રકાંત શાહ ઉર્ફે DCS સામે જુદાજુદા રાજ્યોની પોલીસ તેમજ CBI એ કરોડો રૂપિયાની છેતરપિંડીના અનેક કેસ નોંધ્યા છે. આ તમામ હકિકતથી તમને Gujarat First એ…

Narayan Sai : મહાઠગ દિપક ચંદ્રકાંત શાહ ઉર્ફે DCS સામે જુદાજુદા રાજ્યોની પોલીસ તેમજ CBI એ કરોડો રૂપિયાની છેતરપિંડીના અનેક કેસ નોંધ્યા છે. આ તમામ હકિકતથી તમને Gujarat First એ વાકેફ કર્યા. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (Ahmedabad EOW) એ કરેલી કાર્યવાહી અને અદાલતમાં ધારદાર રજૂઆતના કારણે સાડા ત્રણ મહિનાથી મહાઠગ અને તેના સાગરીતો જેલમાં છે. આજથી દોઢેક વર્ષ અગાઉ બળાત્કારી નારાયણ સાઈ (Narayan Sai) સાથે 65 કરોડ રૂપિયાના બદલામાં દિપક શાહે (Dipak Shah) શું કર્યો હતો સમગ્ર સોદો ? વાંચો આ અહેવાલમાં…

દિપક શાહ સહિત 3 સામે નોંધાયો હતો ગુનો

ડિસેમ્બર-2020માં જનમટીપના કેદી નારાયણ સાઈને માતાની બિમારીના કારણે બે સપ્તાહના ફર્લો જામીન ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આપ્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં હાઈકોર્ટે આસારામ (Asaram) પુત્ર નારાયણ સાઈને ફર્લો જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. વર્ષ 2022માં બળાત્કારી નારાયણ સાઈએ ફરી વખત HC ના દ્વારા ખખડાવ્યા હતા. જો કે, આ વખતે પણ નારાયણ સાઈએ માતાની બિમારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. સર્ટિફિકેટ ચકાસવા હાઈકોર્ટે ભરૂચ એસપી (Bharuch SP) ને હુકમ કરતા તેમાં છેડછાડ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટ તરફથી ડેપ્યુટી રજીસ્ટ્રારે સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) ખાતે એપ્રિલ-2022માં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. બોગસ સર્ટિફિકેટના મામલામાં નારાયણ આસારામ હરપલાણી, મુંબઈની વકીલ વેલેન્ટીના, સુરતના શબ્બીર મીસરીવાલા, રિયાઝ પઠાણ, અકબર પઠાણ સહિત અનેકના નિવેદન પોલીસે નોંધ્યા હતા. આ મામલામાં તત્કાલિન તપાસ અધિકારી ACP જી. એસ શ્યાને (G S Shyan) મહાઠગ દિપક શાહ (Deepak Shah) અને સાગરીત હિરેન જોગાણી તથા રિયાઝ પઠાણના પણ નિવેદન લીધા હતા.

કેદી નારાયણ સાઈને મળતા મહાઠગ ભેટી પડ્યો

એવરગ્રો ઈન્વેસ્ટર્સ કંપનીના નામે ઉંચુ વળતર આપવાની લાલચ આપી વર્ષ 2020-2022ની ગાળામાં સુરત (Surat) ના અનેક રોકાણકારોને દિપક એન્ડ કંપનીએ ચૂનો લગાવ્યો છે. સુરત શહેરમાં ઠગાઈનો ધંધો સંભાળતા હિરેન જોગાણી અને રિયાઝ પઠાણે એક સ્થાનિક માથાભારે શખ્સ થકી લાજપોર જેલમાં નારાયણ હરપલાણી ઉર્ફે Narayan Sai ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દિપક શાહને નારાયણ સાઈ સાથે મુલાકાત કરાવી આપી હતી. નારાયણ હરપલાણી (Narayan Harpalani) અને દિપક શાહ વર્ષો જુના મિત્રોની જેમ ભેટી પડતા જેલ મુલાકાત સમયે હાજર અન્ય શખ્સો ચોંકી ગયા હતા.

દેશ બહાર ભગાડવા કેટલાં કરોડમાં થયો સોદો ?

નારાયણ સાઈ (Narayan Sai) ને જામીન મળશે તો દેશ છોડી ભાગી જશે તેવી ભીતિ તંત્ર પણ વ્યક્ત કરી ચૂક્યું છે. નકલી ડૉક્ટર સર્ટિફિકેટના કેસની તપાસમાં મહાઠગ દિપક શાહે નારાયણ સાઈને જેલમાંથી બહાર લાવવા માટે રૂપિયા 65 કરોડ માગ્યા હતા. નારાયણ સાઈએ પોલીસને આપેલા નિવેદનમાં 65 કરોડનો ઉલ્લેખ કર્યો છે. એક ચર્ચા અનુસાર જામીન પર જેલમાંથી બહાર આવીને નારાયણ સાઈ દેશ છોડી સિફતપૂર્વક ભાગી જવા પ્રયત્નશીલ હતા. દિપક શાહ એન્ડ કંપનીએ નારાયણ હરપલાણીને લાજપોર જેલ (Lajpore Jail) માંથી બહાર લાવી દેશ બહાર ભગાડવા સુધીની જવાબદારી માથે લીધી હતી. કહેવાય છે કે, વાયા નેપાળ થઈને બોગસ પાસપોર્ટ પર નારાયણ સાઈને ભગાડી દેવાનો હતો. દિપકના મળતીયાઓએ બળાત્કારી નારાયણ સાઈ માટે થયેલી કાર્યવાહી તેમજ એક મિલકતના દસ્તાવેજમાં ખુદના લાખો રૂપિયા પણ નાંખ્યા હતા.

આ પણ વાંચો – Goa Government સાથે છેતરપિંડી કરનારા મહાઠગ દિપક શાહ સામે અનેક કેસ

આ પણ વાંચો – PDEU : ઉદ્યોગપતિ Mukesh Ambani સુધી પહોંચનારા મહાઠગની ફરી ધરપકડ

Whatsapp share
facebook twitter