+

ખંભાલીયાની નાયરા રિફાયનરીમાં દુર્ઘટના, 7 મજુર દાઝ્યા

અહેવાલ–નથુ રામડા, જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક આવેલ જામનગર (Jamnagar) રોડ પરની નાયરા રિફાયનરી(Naira Refinery)માં આજે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. એઆરસી પ્લાનમાં વેક્યુમ રેસીડ્યું ડામરની લાઈન ચોકઅપ થઇ…
અહેવાલ–નથુ રામડા, જામનગર
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક આવેલ જામનગર (Jamnagar) રોડ પરની નાયરા રિફાયનરી(Naira Refinery)માં આજે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. એઆરસી પ્લાનમાં વેક્યુમ રેસીડ્યું ડામરની લાઈન ચોકઅપ થઇ જતા કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકોએ લાઈન રીપેર કરવાની કામગીરી શરુ કરી હતી. દમિયાન ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ વછુટ્યો હતો. આ ડામર અને ઊંચા તાપમાને ગરમ પાણીનો પ્રચંડ પ્રવાહ શરીરે ઉડતા કામ કરતા સાત મજુર દાજ્યા હતા. જેને લઈને પાંચને જામનગર અને બે મજૂરને રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગરના પાંચેય મજૂરની હાલત સારી હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. જયારે રાજકોટ ખસેડાયેલ બંને મજુરની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
એક્સચેન્જરની લાઈન બંધ થઇ જતા કાર્યવાહી
જામનગર-ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલીયમ રિફાયનરીમાં આજે બપોરે ઘટેલ ઘટનાની વિગત મુજબ, રિફાયનરીના મીકેનીકલ ડીપાર્ટમેન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતા આજે લાઈન ખોલીને સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક્સચેન્જરની લાઈન બંધ થઇ જતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડામરની લાઈન સાથે સ્ટીમ વોટર લાઈન પર જોડાયેલ હોય છે.
ગરમ પાણી અને ડામર પ્રચંડ વેગથી ઉડતા સાઈટ પર કામ કરતા સાત મજુર ઝપટે ચડી ગયા
ડામરની લાઈન ખોલતા જ આ ઘટના ઘટી હતી. લાઈન ખોલતા જ ગરમ પાણી અને ડામર પ્રચંડ વેગથી ઉડતા સાઈટ પર કામ કરતા સાત મજુર ઝપટે ચડી ગયા હતા. જેને લઈને કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવ બાદ ઘાયલ સાતેય મજુરોને તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. જેમાંના ગંભીર રીતે દાજી ગયેલ બે શ્રીમીકોને રાજકોટની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. જયારે ઘવાયેલ ચાર મજુરો જેમાં જય બોરસદીયા, શ્રવણસિંહ , રાજેન્દ્રસિંહ અને હરપાલસિંહને શહેરની હ્રીમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે એક શ્રમિકને અન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હ્રીમ હોસ્પિટલના ડોકટર દિનકર સાવરિયાના જણાવ્યા અનુસાર અમારે ત્યાં દાખલ શ્રમિકો ૧૫ થી ૬૦ ડીગ્રી સુધી દાઝેલ છે, જે પૈકીના બે શ્રમિકો ૪૦ થી ૬૦ ટકા ડીગ્રીએ દાઝેલ છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. જયારે રાજકોટ ખસેડાયેલ બંને શ્રમિકો ૬૦ ટકાથી વધુ દાજી ગયા હોવાથી બંને હાલત ગંભીર ગણાવાઈ રહી છે. કંપનીના સુત્રોનું માનવામાં આવે તો વેક્યુમ રેસીડ્યુ લાઈનની સફાઈ વખતે પ્રેસરથી ગરમ પાણીનો પ્રવાહ વછૂટતા કંપનીમાં કામ કરતી પેટા કંપનીના શ્રમિકો દાઝ્યા છે.
Whatsapp share
facebook twitter