+

રાજ્યભરમાંથી 6 હજાર કરતાં વધુ રખડતા ઢોર પકડવામાં આવ્યા

અમદાવાદ મનપાએ 1835 ઢોર પકડ્યા, 772 RFID લગાવી, 7 FIR નોંધાવી સુરત મનપાએ 514 ઢોર પકડ્યા, 373 RFID લગાવી, 35 FIR નોંધાવી રાજકોટ મનપાએ 468 ઢોર પકડ્યા, 369 RFID લગાવી,…

અમદાવાદ મનપાએ 1835 ઢોર પકડ્યા, 772 RFID લગાવી, 7 FIR નોંધાવી
સુરત મનપાએ 514 ઢોર પકડ્યા, 373 RFID લગાવી, 35 FIR નોંધાવી
રાજકોટ મનપાએ 468 ઢોર પકડ્યા, 369 RFID લગાવી, શૂન્ય FIR
વડોદરા મનપાએ 305 ઢોર પકડ્યા, 1211 RFID લગાવી, 8 FIR નોંધાવી
ગાંધીનગર મનપાએ 179 ઢોર પકડ્યા, 175 RFID લગાવી, શૂન્ય FIR
ભાવનગર મનપાએ 367 ઢોર પકડ્યા, 82 RFID લગાવી, શૂન્ય FIR
જામનગર મનપાએ 430 ઢોર પકડ્યા, 225 RFID લગાવી, 72 FIR નોંધાવી
જૂનાગઢ મનપાએ 216 ઢોર પકડ્યા, 50થી વધુ RFID લગાવી, 16 FIR
157 નગરપાલિકામાં 4 હજાર 328 રખડતા ઢોર પકડવામાં આવ્યા

તાજેતરમાં રાજ્યમાં રખડતા ઢોર બાબતે હાઇકોર્ટે તંત્રના કાન આમળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રાજ્યભરમાંથી અંદાજે 6 હજારથી વધુ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે અને ઢોરને RFID પણ લગાવામાં આવી છે. અલગ અલગ મહાનગરોમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે.

તમામ મનપાએ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો

બિસ્માર રોડ, રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટની સામે તમામ મનપાએ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકારે પણ હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું છે અને કોર્ટે આ મામલે આવતીકાલ પર સુનાવણી નિર્ધારિત કરી છે. અરજદારે હાલની સ્થિતિ અને સરકારનાં સોગંદનામા મામલે જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો. કોર્ટની ફટકાર બાદ પણ હાલની સ્થિતિ અંગે કોર્ટને માહિતગાર કરવા સમય માગવામાં આવ્યો છે અને હવે આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદ મનપાએ 1835 ઢોર પકડ્યા

તમામ મહાનગરપાલિકાએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ અમદાવાદ મનપાએ 1835 ઢોર પકડ્યા છે , જ્યારે 772 RFID લગાવી છે અને 7 FIR નોંધાવી છે. સુરત મનપાએ 514 ઢોર પકડ્યા છે, અને 373 RFID લગાવી છે, તથા 35 FIR નોંધાવાઇ છે.

રાજકોટ મનપાએ 468 ઢોર પકડ્યા

જ્યારે રાજકોટ મનપાએ 468 ઢોર પકડ્યા છે અને 369 RFID લગાવી છે પણ એક પણ પોલીસ ફરિયાદ નોંધાવી નથી,
વડોદરા મનપાએ 305 ઢોર પકડ્યા છે અને 1211 RFID લગાવી અને તેની સામે 8 FIR નોંધાવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર મનપાએ 179 ઢોર પકડ્યા છે, 175 RFID લગાવી છે, પણ કોઇ ફરિયાદ નોંધાવી નથી.

57 નગરપાલિકામાં 4 હજાર 328 રખડતા ઢોર પકડવામાં આવ્યા

ભાવનગર મનપાએ 367 ઢોર પકડ્યા અને 82 RFID લગાવી છે પણ કોઇ ફરિયાદ નોંધાવી નથી. જામનગર મનપાએ 430 ઢોર પકડ્યા છે અને 225 RFID લગાવી છે તથા 72 FIR નોંધાવી હતી. જૂનાગઢ મનપાએ 216 ઢોર પકડ્યા છે, 50થી વધુ RFID લગાવી છે અને 16 FIR નોંધાવાઇ છે. રાજ્યની 157 નગરપાલિકામાં 4 હજાર 328 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.

આ પણ વાંચો—-AHMEDABAD : વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં વિકરાળ આગ

Whatsapp share
facebook twitter