+

Bharuch: Gujarat First નું મેગા ઓપરેશન! ભરૂચ જિલ્લાના પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ચોંકાવનારા દ્રશ્યો

Bharuch: ભરૂચ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થતાં જ 15 દિવસમાં જ વિવિધ રોગના દર્દીઓ સામે આવી રહ્યા છે,પરંતુ માખી અને મચ્છરોના ઉપ્રેદવથી રોગચાળા વચ્ચે પાણીપુરી બનાવનારાઓ પણ પાણીપુરી કેવી રીતે…

Bharuch: ભરૂચ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થતાં જ 15 દિવસમાં જ વિવિધ રોગના દર્દીઓ સામે આવી રહ્યા છે,પરંતુ માખી અને મચ્છરોના ઉપ્રેદવથી રોગચાળા વચ્ચે પાણીપુરી બનાવનારાઓ પણ પાણીપુરી કેવી રીતે તૈયાર કરે છે. તેના ચોકાવનારા દ્રશ્યો સ્થળ ઉપર કેદ કરવામાં આવતા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અને ગંદા પાણીમાં બટાકા અને પ્લાસ્ટિકની કોથળીમાં ચણા બાફવાનું સાથે માખી અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે પાણીપુરી તૈયાર થતી હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે.

આ રીતે તૈયાર થાય છે પાણીપુરી

ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી વિવિધ રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ભરૂચનો આરોગ્ય તંત્ર ઊંઘતું રહ્યું છે સફાઈના નામે ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality) સફાઈના નામે નાટક કરી રહી હોય તેવા ચોકાવનારા દ્રશ્યો ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. ભરૂચના અનેક વિસ્તારોમાં કચરાપેટી હટાવી લેવામાં આવી છે અને કચરાના ઢગલાઓ રસ્તા ઉપર રહેતા ગંદકીના સામ્રાજ્યથી મચ્છરો અને માખીના ઉપપ્રવથી ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું હોવાનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા દર્દી ઉપરથી સામે આવી રહ્યું છે.

15 દિવસમાં દર્દીઓની સંખ્યામાં વધારો

ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital)માં વરસાદના પ્રારંભથી જ માત્ર 15 દિવસમાં જ ટાઈફોડના 45 કેસ જ્યારે ડેન્ગ્યુના રોજના ચારથી પાંચ કેસ આમ 15 દિવસમાં 45 થી વધુ કેસ નોંધાયા છે. મલેરિયાના પણ રોજના ત્રણથી ચાર કેસ નોંધાઈ રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શનના પણ 15 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે, ઝાડા ઉલટીના પણ 60 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, આ સાથે શરદી ખાંસી તાવના પણ 127 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગ સહિત વિવિધ રોગોના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ પણ થઈ રહ્યા છે.

ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ હજુ ઊંઘે છે

ભરૂચ (Bharuch) જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ 15 દિવસમાં અનેક રોગચાળાના દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યા છે. આરોગ્ય તંત્રને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ હજુ ઊંઘતું રહ્યું છે, સફાઈ ના નામે ભરૂચમાં મીંડું રહ્યું છે વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ ઉભો થયો છે પરંતુ ભરૂચ નું આખું તંત્ર ઉંઘતું હોય તે માનવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબી હોય પણ દર્દીઓ અંગે માહિતી આપી છે.

પાણીપુરીના ગંદકીના સામ્રાજ્યના દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચમાં પાણીપુરી સ્વાદ પ્રેમીઓ માટે જોખમકારક સાબિત થઈ રહી છે. ભરૂચમાં રતન તળાવ નજીક તૈયાર થતી પાણીપુરીના ગંદકીના સામ્રાજ્યના દ્રશ્યો જોવા મળ્યા છે. ગંદા પાણીમાં બટાકા કોકીલા બગડેલા બાફવામાં આવે છે, સાથે આજ બફાતા બટાકામાં પ્લાસ્ટિકની કોથળીમાં ચણાને પ્લાસ્ટિકની કોથળી સાથે જ બાફી દેવામાં આવે છે. અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાનો માવો પણ જે તૈયાર થાય છે તેમાં પણ માખીના ગંભીર દ્રશ્યો જોવા મળ્યા છે. પાણીનો પણ ઉપયોગ શંકાસ્પદ માનવામાં આવે છે ત્યારે પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે પણ પાણીપુરી બીમારીનું ઘર આપી શકે તેવા ચોકાવનારા દ્રશ્યો આજે ગુજરાત ફર્સ્ટે રીયાલિટી ચેકિંગમાં ખુલ્લા મુક્યા છે, અને હજુ પણ જો આરોગ્ય તંત્ર અને ભરૂચ નગરપાલિકા તંત્ર હજુ ઊંઘતું રહ્યું તો ભયંકર રોગચાળાની દહેશત ઊભી થઈ શકે તેમ છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Banaskantha: સામાન્ય વરસાદ થતાની સાથે જ પુલ પર નદીનું વહેણ શરૂ, માર્ગ ધોવાતા લોકોને હાલાકી

આ પણ વાંચો: Dahod: નાણાના મેરીટથી થાય છે ભોજન સંચાલકની ભરતી! અહીં પણ માત્ર પૈસાની બોલબાલા

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

Whatsapp share
facebook twitter