+

IP : પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” પર MarkPatent.ORG નો 17મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો

પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ ઉપર માર્ક પેટન્ટ ડોટ ઓઆરજી દ્વારા 17 મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો. MarkPatent.Org જે બૌદ્ધિક સંપદા અધિકારો અને તેના ઘટકો જેવા કે ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, કોપીરાઈટ્સ,…

પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ ઉપર માર્ક પેટન્ટ ડોટ ઓઆરજી દ્વારા 17 મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો. MarkPatent.Org જે બૌદ્ધિક સંપદા અધિકારો અને તેના ઘટકો જેવા કે ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, કોપીરાઈટ્સ, ડિઝાઈન વગેરેની જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરે છે, તેણે  10મી અને 11મી ફે્રુઆરીના રોજ બે દિવસનો ઈન્ટરનેશનલ પ્રોપર્ટી રાઈટ્સ પર તેના 17મા ઈન્ટરનેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. આ વર્ષની થીમ  “IP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ”. છે.

અત્યાર સુધી આ ક્ષેત્રમાં ભારત ઘણું પાછળ હતું પરંતુ હવે તેને પણ આગે કૂચ કરી

સમગ્ર વિશ્વમાંથી આવેલ સ્પીકર્સ બૌદ્ધિક સંપદા અધિકારોના મહત્વ અને વ્યવસાયના વિકાસમાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. અત્યાર સુધી આ ક્ષેત્રમાં ભારત ઘણું પાછળ હતું પરંતુ હવે તેને પણ આગે કૂચ કરી છે અને ચાલુ વર્ષે સારો એવો ગ્રોથ કર્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાગા લાઇફસાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિરાંચી શાહ પ્રથમ દિવસે એટલે કે 10 મીએ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા.

ડો. ઓમકાર આચાર્ય, એચ કે આચાર્ય એન્ડ કંપની, અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, દક્ષિણ કોરિયાના  મીન કી ચોઈ, યુએસએથી  કેવિન મર્ફી, ઇટાલીના સુશ્રી ઈવા ફિયામેન્ગી, યુએસએના ડો. મારિયો ગોલાબ અને શક્તિ ધર ઓઝા, ઇન્ડિયન ટ્રેડમાર્ક ઑફિસ વિવિધ વિષયો પર માહિતી રજૂ કરી. જે “IP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” થીમને પૂર્ણ કરે છે. તો એનઆઈડીના ભાવિન કોઠારી તેમની નિષ્ણાત માહિતી રજૂ કરી. અને ન્યાયાધીશ (ભૂતપૂર્વ) એ.સી. રાવ કેસની મોક ટ્રાયલ પર તેમની નિષ્ણાત ટિપ્પણીઓ રજૂ કરી હતી.

સેમિનારના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર હાજર રહ્યા.અમદાવાદના આઇપી ડોમેન નિષ્ણાત પદમિન બુચ, દક્ષિણ આફ્રિકાન એરિક વેન ડાયર વાયવર અને રોવાન જોસેફ, જર્મનીના ડોમિનિક પ્રીશ, સ્વિટ્ઝર્લેન્ડના  ક્રિશ્ચિયન ગુંથર, બ્રાઝિલના વોલ્ખાર્ટ હેનેવાલ્ડ અને ભારતના ડો. શ્રદ્ધા દામલે , મનીષ ગર્ગ અને પદ્મિન બુચ, રાષ્ટ્રીય નિષ્ણાત, બૌદ્ધિક સંપદા અધિકારો “ IP : બિઝનેસ ગ્રોથ માટે પાવરહાઉસ” થીમને સમર્થન આપતા વિષયો પર રજૂઆત કરી.

અમદાવાદ ખાતે ભારતીય બૌદ્ધિક સંપદા કાર્યાલયના આઇટી વિભાગના પેટન્ટ અને ડિઝાઇનના જોઇન્ટ કંટ્રોલર  સમીર સ્વરૂપ પણ પસંદ કરેલ થીમને લગતા વિષય પર તેમના જ્ઞાન અને વિચારો રજુ કર્યા હતા.

અહેવાલ – સંજય જોશી 

આ પણ વાંચો — Gujarat: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અમર પાલનપુરીને વલી ગુજરાતી એવોર્ડ એનાયત

Whatsapp share
facebook twitter