+

‘અનેકવિધ વિકાસના કામો માનનીય મોદી સાહેબની સરકારમાં પૂર્ણ થયા’ – ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ 

આજરોજ સુરત મહાનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ લોકસભામાં રજૂ કરવામાં આવેલ શ્વેત પત્ર અંતર્ગત એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીએ કર્યું સંબોધન સી.આર.પાટીલજીએ સંબોધન કરતા…

આજરોજ સુરત મહાનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ લોકસભામાં રજૂ કરવામાં આવેલ શ્વેત પત્ર અંતર્ગત એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીએ કર્યું સંબોધન

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ

સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભામાં ગતરોજ 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં જે અર્થતંત્ર નબળું પડ્યું છે તેના વિશે શ્વેત પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી નિર્મલા સીતારામનજી એ જણાવ્યું હતું કે, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં એનડીએ સરકારે છેલ્લા નવ વર્ષમાં યુપીએ સરકાર દ્વારા જે અર્થતંત્રમાં ગાબડું પાડવામાં આવ્યું હતું તેની ભરપાઈ કરી છે. સાથે જ અર્થવ્યવસ્થાના સર્વાંગી વિકાસની સાથે સાથે ભારત દેશને ઉચ્ચ અર્થવ્યવસ્થા સુધી લઈ જવામાં સફળતા મળી છે.

‘યુપીએ સરકારે દેશના આર્થિક ઢાંચાને નબળું પાડી દીધું હતું’ – સી. આર પાટીલ

શ્વેત પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, યુપીએ સરકારે દેશના આર્થિક ઢાંચાને નબળું પાડી દીધું હતું, બેન્કિંગ ક્ષેત્ર સાવ ખડે ગયું હતું. વિદેશી રોકાણમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો અને દેવું ખૂબ વધી ગયું હતું. યુપીએ સરકાર આર્થિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં સદંતર નિષ્ફળ રહી હતી. શ્વેત પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એનડીએ સરકારે યુપીએસ સરકાર દ્વારા ઉભા કરેલ આર્થિક પડકારોનો ખૂબ સફળતાપૂર્વક સામનો કર્યો છે અને દેશને વિકાસના પથ ઉપર આગળ લઈ જવા માટે કઠોર નિર્ણયો પણ કરેલા છે.

દેશમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 676 હતી જે વધીને એનડીએ સરકારમાં 1168 થઈ

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 201 4માં દેશની બાગદોર સંભાળી ત્યારે દેશ ખૂબ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેનું કારણ પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહની સરકારનું મિસ મેનેજમેન્ટ હતું. યુપીએ સરકારમાં પ્રતિદિન હાઇવે ફક્ત 12 કિલોમીટર બનતો હતો જે વધીને મોદી સાહેબની સરકારમાં 28.5 કિલોમીટર નો થયો છે સાથે છેલ્લા 9 વર્ષમાં 54.9 હજાર કિલોમીટર લાંબો હાઇવે બની ચૂક્યો છે. કોંગ્રેસના શાસનમાં 2014 સુધીમાં દેશમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 676 હતી જે વધીને એનડીએ સરકારમાં 1168 થઈ છે.

‘અનેકવિધ વિકાસના કામો માનનીય મોદી સાહેબની સરકારમાં પૂર્ણ થયા’ – સી. આર પાટીલ 

શ્રી સી આર પાટીલજીએ વધુમાં જણાવ્યું હતું કે, અનેકવિધ વિકાસના કામો માનનીય મોદી સાહેબની સરકારમાં પૂર્ણ થયા છે. 1980 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જે પણ વચનો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા જેમાં 370 ની કલમ હટાવવાની હોય કે પછી રામ મંદિરનું નિર્માણ હોય આ તમામ વચનો માન્ય મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. સાથે જ દેશને અલગ અલગ જ્ઞાતિ જાતીઓમાં વહેંચવાને બદલે માનનીય મોદી સાહેબે ગરીબ, કિસાન, યુવા અને મહિલા તેમ ચાર જ જ્ઞાતિઓ નો વિચાર દેશ સમક્ષ મૂકીને તેમનો વિકાસ થાય તે માટે કાર્ય શરૂ કર્યા છે.

સી. આર પાટીલ દ્વારા  વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાના એક પણ ઉમેદવાર જાહેર કર્યા વગર 26 26 લોકસભામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે સાથે જ ગતરોજ દરેક વિધાનસભામાં પાંચ થી છ હજાર લોકો વર્ચ્યુઅલ માધ્યમે માનનીય વડાપ્રધાન શ્રી સાથે જોડાઈને કુલ 182 વિધાનસભાના એક લાખથી વધુ નાગરિકોએ વડાપ્રધાનશ્રી સાથે જોડાયા તે પણ ખૂબ મોટી સિદ્ધિ છે અને તેનો જષ પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી ની લોકપ્રિયતા ને જાય છે. આ લોકપ્રિયતા માનનીય વડાપ્રધાનશ્રી એ દેશના લોકો માટે રાત દિવસ કામ કરીને અને લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરીને મેળવી છે.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે તથા કપડા રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, વન તેમજ પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શહેર અધ્યક્ષશ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રીઓ શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ભીમનાથ, સ્થાઈ સમિતિ અધ્યક્ષશ્રી રાજનભાઈ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રભાઈ પાટીલ, શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, સુરત લોકસભાના સંયોજકશ્રી ડોક્ટર જગદીશભાઈ પટેલ, દક્ષિણ ઝોન મીડિયા સહ કન્વીનર શ્રીમતી દીપિકાબેન ચાવડા હાજર રહ્યા હતા

આ પણ વાંચો — Amit Shah : આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગત

Whatsapp share
facebook twitter