CID Crime : રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં RTIથી વિગતો મેળવી કરતો તોડ કરતા શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે CID ક્રાઈમ (CID Crime)માં ફરિયાદ નોંધાઇ છે. મહેન્દ્ર પટેલ શાળાઓમાં અરજીઓ કરીને શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ મામલે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી CID ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી છે.
મહેન્દ્ર 7 ધોરણ ભણેલો છે
આ મામલે સીઆઇડી ક્રાઇમના Eow ડિપાર્ટમેન્ટના ડીવાયએસપી અશ્વિન પટેલે કહ્યું કે પ્રવિણભાઇએ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.. તેણે 66 લાખ રુપિયાનો તોડ કર્યો હતો. તેણે સ્કુલના નકશા અને બીજી નાની ત્રુટીઓ હોયતે બાબતે ધમકી આપી રુપિયા પડાવ્યા હતા. તેમણે કહ્યું તે મહેન્દ્ર પાસેથી 1 કરોડ 46 લાખ રુપિયા અને દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત મહેન્દ્રની સ્થાવર મિલકત બાબતે પણ તપાસ કરાશે. તેમણે કહ્યું કે 15 થી 20 જેટલા દસ્તાવેજો ભરેલા થેલા કબ્જે લેવાયા છે. તેની કાર પર goverment of Gujarat નું લખાણ પણ તે રાખતો હતો. મહેન્દ્ર 7 ધોરણ ભણેલો છે. અગાઉ વિવિધ સ્કૂલોમાં બાળ ફિલ્મ બનાવવાનો કોન્ટ્રાક્ટ તેની પાસે હતો..
મહેન્દ્ર પટેલની ધરપકડ
ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં તોડ કરવા મામલે CID ક્રાઈમમાં ફરિયાદ થયા બાદ મહેન્દ્ર પટેલ સામે પોલીસે તપાસ કરીને મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. સુરતના શાળા સંચાલક પ્રવિણભાઈ કેશુભાઈ ગજેરાની ફરિયાદના આધારે મહેન્દ્ર સામે ગુનો નોંધાયો છે. મહેન્દ્રએ જય અંબે વિદ્યાભવન શાળાના ટ્રસ્ટીને ધમકી આપી 66 લાખનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો – ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતો
ગાંધીનગરના સેકટર – 7/ડીમાં રહેતો RTI એક્ટિવિસ્ટ મહેંદ્ર નનુભાઈ પટેલ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો – ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતો હતો. ગુજરાતના અલગ અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી મહેન્દ્રએ 66 લાખનો તોડ કર્યો હતો. મહેંદ્ર પટેલને સીઆઇડી ક્રાઇમે ઉઠાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમારી સ્કુલ બંધ કરી દો નહી તો હું તમારી સ્કુલ બંધ કરાવી દઈશ
જય અંબે વિદ્યાભવનનના ટ્રસ્ટી પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરા સુરતમાં રહે છે. તેઓ વર્ષ 2008 થી જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ગુજરાતમાં બરોડા, ભરૂચ, રાજપીપળા, સુરત, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર, ભીલાડ, વાપી, ચીખલી વિગેરે મળી કુલ- 18 સ્કુલો ચલાવે છે. વર્ષ – 2012 માં તેમની વાપીની સ્કૂલના લેન્ડ લાઇન પર મહેંદ્ર પટેલે ફોન કરીને કહેલું કે, તમારી સ્કુલ બંધ કરી દો નહી તો હું તમારી સ્કુલ બંધ કરાવી દઈશ. અને હવેથી તમો સ્કુલમાં બાળકોના એડમિશન આપતા નહીં કહીને તેવુ ફોન મુકી દીધો હતો.થોડા સમય બાદ મહેન્દ્ર નવસારી જીલ્લાના ચીખલી ગામે આવેલ જય અંબે વિદ્યાભવન ખાતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડી લઈને ગયો હતો. અને સંસ્થાના ડોક્યુમેન્ટની ચકાસણી કરવા માંગતો હતો. ત્યારબાદ અલગ-અલગ ઉક્ત સંસ્થાઓ વિરૂધ્ધ લાગુ પડતી ડી.ઓ. કચેરીમાં આરટીઆઈ કરી સ્કુલના ડોક્યુમેન્ટ મેળવી લેતો હતો. બાદમાં ડોક્યુમેન્ટ અપૂરતા હોવાનું કહીને રૂપિયાની માંગણી કરતો હતો. જો કે વર્ષ – 2012 થી 2014 સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે ઉક્ત સ્કુલને લગતાં ડોક્યુમેન્ટની પૂર્તતાની કાર્યવાહી શરૂ થઈ હતી. એટલે બન્ને પક્ષકારો પ્રવીણભાઈ અને મહેંદ્ર પટેલ હાજર રહ્યા હતા.
ખોટી અરજીઓ કરી રૂપિયાની માંગણી કરી
આખરે કંટાળીને પ્રવીણભાઈએ સંસ્થામાં ભણતા બાળકો તથા સ્કુલના શિક્ષકોનુ ભવિષ્ય ખરાબ ન થાય તેમ સમજી મહેંદ્ર પટેલે માગેલી રકમ આપી દેવા તૈયારી દર્શાવી હતી. જે અન્વયે તેમણે મહેંદ્રને તેના ચૌધરી સ્કૂલની સામે આવેલ સેકટર – 7/ડીનાં ઘરે જઈને 11 લાખ રોકડા આપ્યા હતા. જો કે મહેંદ્ર પટેલે અલગ અલગ જિલ્લામાં ચાલતી જય અંબે વિદ્યાભવન નામની સ્કુલો સામે પણ ખોટી અરજીઓ કરી રૂપિયાની માંગણી કરી હતી અને કુલ 66 લાખ પડાવી લીધા હતા. જો કે આમ છતાં મહેંદ્ર પટેલ વારંવાર વધુ રૂપિયાની માંગણી કરી પ્રવીણભાઈને લાંબા સમય સુધી જેલમાં ધકેલી દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. બાદમાં પ્રવીણભાઈને જાણ થઇ હતી કે મહેંદ્ર પટેલ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ઉક્ત મોડસ ઓપરેન્ડીથી તોડપાણી કરી રહ્યો છે. આખરે તેમણે ફરિયાદ આપતા સીઆઇડી ક્રાઇમ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો—-HRANI LAKE TRAGEDY: DEO કચેરીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલ ઉઠ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ