+

‘Maharaj’ ફિલ્મને લઈને હાઇકોર્ટમાં ફિલ્મ નિર્માતાઓ રજૂઆત સાથે પહોંચ્યા

Maharaj Movie: અમીરખાનના પુત્ર બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો અમીરખાનનો દીકરો મહારાજ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. જો કે, તેની આ ફિલ્મ પર અત્યારે…

Maharaj Movie: અમીરખાનના પુત્ર બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો અમીરખાનનો દીકરો મહારાજ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. જો કે, તેની આ ફિલ્મ પર અત્યારે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના આઠ પૃષ્ટિમાર્ગિય સંપ્રદાયના અરજદારોએ ગાંધી લો એસોસીએટ્સ દ્વારા નેટફલીક્ષ ઉપર 14 જૂનના રોજ લોન્ચ થનારી ‘ મહારાજ ‘ ફિલ્મનું રિલીઝિંગ અટકાવવા અરજી કરી હતી. જેની ઉપર ગઈકાલે જજ સંગીતા વિશેનની કોર્ટમાં 01 કલાક કરતાં વધુ સુનાવણી ચાલી હતી.

આખરે શું છે વિવાદ?

વૈષ્ણવ સંપ્રદાયને લઇ વિવાદીત ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વણાયેલી હોવાના વિવાદને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ પિટિશન થઈ હતી જેમાં કોર્ટે અરજદાર ની ગઈકાલે સાંભળ્યા હતા અને ત્યારબાદ કોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો જેના સામે આજે હાઇકોર્ટે આપેલા વચગાળાના મનાઈ હુકમ સામે ફિલ્મ નિર્માતાઓ પ્રોડ્યુસર અને અન્યો ની હાઇકોર્ટ દ્વારા હાઇકોર્ટના અરજી કરાઇ હતી સમગ્ર કેસમાં તત્કાલ સુનાવણી કરી વચગાળાના મનાઈ હુકમ ને હટાવવા અંગે ની રજૂઆત સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી

મનાઈહુકમ હાલના તબક્કે ચાલુ જ રહેશે

આજની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટના એડવોકેટ મુકુલ રોહતગી વર્ચ્યુઅલ જોડાયા હતા. હાઇકોર્ટે તમામ અરજીઓ 18 જૂનના રોજ જ સાંભળવા હાલના તબક્કે નિર્ણય આપ્યો છે. ત્યારે કોર્ટે કહ્યું કે મનાઈહુકમ હાલના તબક્કે ચાલુ જ રહેશે.અરજીની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે “મહારાજ” ફિલ્મને રિલીઝ કરવા સામે ગઈ કાલે વચગાળાનો મનાઇહુકમ કર્યો હતો.ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરાઈ છે.પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત એ છે કે મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨ પર આધારિત ફિલ્મ છે.

18 જૂનના બપોરે 2.30 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે

વૈષ્ણવ-પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી હોવાની રજૂઆત કરાઈ છે.જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.મહારાજ બદનક્ષીનો કેસમાં ૧૮૬૨માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભકિતગીતો-સ્તોત્રો વિરૃધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઇ છે.ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો: Kutch: જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાંચ કરોડની કિંમતના ચરસના 10 પેકેટ મળી આવ્યા

આ પણ વાંચો: Bharuch: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, નરેશ જાનીનો CM કરતા વધારે દબદબો?

Whatsapp share
facebook twitter