+

શાળામાં પાંગરી પ્રેમ કહાની, પોતાના મંગેતરને ભૂલી સંગીતના શિક્ષક સાથે રફુચક્કર થઈ શિક્ષિકા

Bharuch: ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત તે વાતને લઈને ઘણી વખત વાલીઓ ચિંતામાં હોય છે. ત્યારે આ ચિંતામાં વધારો કરે આવો જ એક કિસ્સો અંકલેશ્વર પંથકની ઇન્ટરનેશનલ…

Bharuch: ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત તે વાતને લઈને ઘણી વખત વાલીઓ ચિંતામાં હોય છે. ત્યારે આ ચિંતામાં વધારો કરે આવો જ એક કિસ્સો અંકલેશ્વર પંથકની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સામે આવ્યો છે. જેમાં 90 દિવસ પહેલા શિક્ષક તરીકે જોડાયેલી અને ત્રણ વર્ષ અગાઉ સમાજના રીતી રિવાજ મુજબ સગાઈથી જોડાયેલી શિક્ષિકા ઇન્ટરનેશનલ સ્કૂલના સંગીતના શિક્ષક સાથે ભાગી ગઈ છે. નોંધનીય છે કે, અત્યારે સમાજ અને શિક્ષણ ઉપર આની માઠી અસર પડી હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે.

સ્કૂલમાં પાંગરી શિક્ષક અને શિક્ષિકાની પ્રેમ કહાની

ભરૂચ (Bharuch) જિલ્લામાં અનેક સ્કૂલોમાં ડાન્સ, સ્પોર્ટ્સ તથા સંગીતના શિક્ષક અલગથી રાખવામાં આવતા હોય છે. તેમના પરાક્રમો પાછળથી ખુલતા હોય છે ભરૂચ જિલ્લાના એક ગામની સ્કૂલમાં આવા જ ડાન્સ શિક્ષકનું કૌભાંડ સામે આવતા તેની સામે એક ફરિયાદ થઈ હતી. તદુપરાંત ઘણી શૈક્ષણિક સ્કૂલોમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સામે આવ્યો છે. જેમાં 90 દિવસ અગાઉ યુવતી શિક્ષક તરીકે જોડાઈ હતી અને તે દરમિયાન જ સ્કૂલના સંગીતના શિક્ષક તરીકે અક્ષિવનાઓ સાથે આંખો મળી જ ગઈ હતી.

3 વર્ષ પહેલા થઈ ચૂકી હતી શિક્ષિકાની સગાઈ

થોડા દિવસો પહેલા મળ્યા અને બંને વચ્ચે પ્રેમાલાપ હદ સુધી વટી ગયા કે શિક્ષિકાની સગાઈ 3 વર્ષ પહેલા થઈ ચૂકી છે અને તે સમાજના યુવાન સાથે થઈ હતી છતાં સમાજ અને પરિવારની વિરુદ્ધ જઈ શિક્ષિકા તરીકે જોડાયેલી યુવતી સંગીતના શિક્ષક સાથેના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ કે સગાઈ થયેલી હોવા છતાં સંગીતા શિક્ષક સાથે ભરૂચ જિલ્લાના એક ગામની પંચાયતમાં રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું હોવાની માહિતી તપાસમાં ખુલ્લી છે.

90 દિવસથી શિક્ષક સાથે થઈ ગયો પ્રેમ

સમાજના રીતે રિવાજ મુજબ સમાજની સંમતિથી યુવતીએ સગાઈ કરી અને સગાઈના 3 વર્ષ પછી 90 દિવસથી જ એક શિક્ષક તરીકે સ્કૂલમાં જોડાવા માટે મંગેતર સાથે વાત પણ કરી મંગેતરને એટલો વિશ્વાસ હતો કે મારી મંગેતર વિશ્વાસઘાત નહીં કરે! જેના કારણે જે યુવક સાથે સગાઈ થઈ હતી. શિક્ષિકાના મંગેતરને કહ્યું કે, તું શિક્ષક તરીકે નોકરી કર મને વાંધો નથી, તારી ખુશીમાં જ મારી ખુશી છે. બસ આ ખુશીને મંગેતરે વિશ્વાસઘાતમાં ફેરવી દીધ અને જે સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ તે સ્કૂલના જ સંગીતના શિક્ષક સાથે પ્રેમાલાપમાં આવી ગઈ.

શિક્ષકોના વર્તનને લઈને વાલીઓમાં ચિંતાના વાદળો

નોંધનીય છે કે, મંગેતરનું વિચાર્યા વિના સંગીતા શિક્ષક સાથે ભાગી જતા માત્ર શિક્ષક યુવતીના માતા-પિતા જ નહીં પરંતુ મંગેતરનું પરિવાર પણ પડી ભાંગ્યું છે. આવા શિક્ષકોને સ્કૂલમાં રાખવા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા કરે છે. અંકલેશ્વરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં હવે આવા પ્રેમી પંખીડા શિક્ષકોને કેટલા સમયમાં છૂટા કરવામાં આવે છે તે પ્રશ્નો ઉભો થયો છે પરંતુ આ વાતને લઈને ઘણા વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ગણગણાટ ઉભો થઈ ગયો છે

બાળકોને અન્ય ક્લાસમાં મુકવા જોખમી?

ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સંગીતના શિક્ષકનું જે કૌભાંડ સામે આવ્યું છે ત્યારે સ્કૂલોમાં પણ ડાન્સ શિક્ષકો અને સ્પોર્ટ્સના શિક્ષકોની પણ ચકાસણી કરવામાં આવે અને તેમના ભૂતકાળો પણ તપાસવામાં આવે તે પણ જરૂરી છે. કારણ કે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ પણ હવે સુરક્ષિત રહેતા નથી અનેક સ્કૂલોમાંથી આવા કૌભાંડ સામે આવી ચૂક્યા છે જેને લઈને વાલીઓની પણ ચિંતાઓ વધી રહી છે.

સ્કૂલમાં પ્રેમી પંખીડાઓની આંખો મળી તે મેનેજમેન્ટ જ અંધાળામાં!

અંકલેશ્વરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંગીત શિક્ષકને જે શિક્ષિકા સાથે પ્રેમાલાપ થયો છે તે વાતથી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો જ અજાણ હોય તેવી વાત સામે આવી છે, ત્યારે હજુ પણ આ વાતને લઇ શાળા સંચાલકો અજાણ છે. જે યુવક સંગીત શિક્ષક છે તેને ભૂતકાળમાં પણ ઘણી યુવતીઓને ભોગ બનાવી હોવાની ચર્ચાઓ સામે આવી છે. આવા શિક્ષકોને સ્કૂલમાં રાખવા કેટલા યોગ્ય અને કેટલી વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રહેશે? તેવા સવાલો હાલ ઊભા થઈ ગયા છે.

મંગેતર સાથે યુવતીએ કર્યો વિશ્વાસઘાત

સમાજના રીતિ રિવાજ મુજબ લાખો રૂપિયા ખર્ચી સગાઈ કરી સગાઈના 3 વર્ષ પછી યુવતીને શિક્ષક તરીકે નોકરી કરવાની ઈચ્છા યુવક સામે મૂકી યુવકે પણ મંગેતરને શિક્ષિકા તરીકે નોકરી કરવાની મંજૂરી આપી હતી. પરંતુ યુવકને ક્યાં ખબર હતી તે મંગેતર યુવતી વિશ્વાસઘાત કરશે? સમાજના રીતે રિવાજ મુજબ લાખો રૂપિયા ખર્ચી સગાઈ કરી અને ત્રણ વર્ષ સગાઈને નેવી મૂકી યુવતી 90 દિવસના પ્રેમમાં સંગીતના શિક્ષક સાથે ભાગી જતા સમાજમાં પણ ગંભીર પ્રકારની અસર જોવા મળી રહી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: માસુમ લાગતા યુવકના કાળા કારનામા! Valsad LCB પોલીસે ઉકેલ્યો મોટો ચોરીનો ભેદ

આ પણ વાંચો: ખેડૂતભાઈઓ સાવધાન! …નહીં તો કિસાન સન્માન નિધીનો 18 મો હપ્તો થશે કટ

આ પણ વાંચો: Daman: સોશિયલ મીડિયામાં વાયરલ થવા બનાવી જોખમી રીલ, માંડ માંડ બચ્યો જીવ

Whatsapp share
facebook twitter