+

LokSabha : હવે આ રીતે રાજકીય પક્ષો કરશે ડૉર ટૂ ડૉર પ્રચાર

Lok Sabha elections : દેશભરમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન (Third phase voting)યોજાશે.આ તબક્કામાં ગુજરાતની તમામ 25  બેઠકો પર મતદાન યોજાશે, ગઇકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે.આજની રાત…

Lok Sabha elections : દેશભરમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન (Third phase voting)યોજાશે.આ તબક્કામાં ગુજરાતની તમામ 25  બેઠકો પર મતદાન યોજાશે, ગઇકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે.આજની રાત તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે, આજથી લગભગ તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં (door to door campaign) લાગ્યા છે.ત્રીજા તબક્કાના મતદાનમાં દેશભરની 93 બેઠકો પર મતદાન યોજાશે.

મામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા

ગઇકાલે સાંજથી ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી( Lok Sabha elections)માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આમાં ગુજરાતની 25  બેઠકોની સહિત દેશભરમાં કુલ 93 બેઠકો પર મતદાન યોજાશે. આજથી તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા છે. ઠેર ઠેર ખાટલા પરીષદો અને બેઠકો થઇ રહી છે, શહેર ફ્લેટ અને સોસાયટી તો ગામડામાં મહોલ્લા-વિસ્તારોમાં ખાટલા બેઠકો કરવામાં આવશે.

આ બેઠકો પર જોવા મળશે જબરદસ્ત ચૂંટણી જંગ!

ગુજરાતમાં આવતીકાલે 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચર્ચા છે કે રાજ્યની મુખ્ય 7 બેઠકો પર ખરાખરીની જંગ જોવા મળશે. આ બેઠકોમાં સુરેન્દ્રનગર (Surendranagar), સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ (Rajkot), આણંદ, પાટણ અને જૂનાગઢ સામેલ છે, જ્યાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે. જ્યારે સાબરકાંઠા (Sabarkantha) બેઠક પર ભાજપને સ્થાનિક નારાજગી પડકાર રૂપ સાબિત થઈ શકે છે. બનાસકાંઠાની વાત કરીએ તો અહીં બે મહિલાઓ ચૂંટણી મેદાને છે. કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) અને ભાજપમાંથી રેખાબેન ચૌધરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. રાજકોટ બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને કોંગ્રેસના પરેશ ધાનાણી (Paresh Dhanani) વચ્ચે ચૂંટણી જંગ જામશે.

 

PM મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, CM કરશે મતદાન

બીજી  તફર આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી શક્યતા છે. આવતીકાલે પીએમ મોદી રાણીપ (Ranip)વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. માહિતી મુજબ, સવારે 7.30 કલાકની આસપાસ પીએમ મોદી રાણીપમાં મતદાન કરી શકે છે. મતદાન કર્યાં બાદ પીએમ મોદી ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. જણાવી દઈએ કે, આવતીકાલે PM મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) નારણપુરાથી મતદાન કરશે. જ્યારે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન (Anandiben Patel) ઘાટલોડિયાથી મતદાન કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આવતીકાલે મતદાન કરશે.

 

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે

સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે યોજાયો હતો અને તેનો છેલ્લો તબક્કો 1 જૂનના રોજ યોજાનાર છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. પહેલા તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું. 4 જૂને પરિણામ જાહેર થશે.

 

આ પણ  વાંચો – Odisha માં PM મોદીની રેલી, કહ્યું- ‘4 જૂન BJD સરકારની એક્સપાયરી ડેટ છે…

આ પણ  વાંચો – Ahmedabad : મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, સ્કૂલોને મળી ધમકી!

આ પણ  વાંચો Lok Sabha election : PM મોદી સહિત આ દિગ્ગજો કરશે વોટિંગ, આ 7 બેઠકો પર ખરાખરીનો જંગ!

Whatsapp share
facebook twitter