Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી (LOKSABHA ELECTION 2024) માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં સી.આર. પાટીલનો પણ સમાવેશ થાય છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સી. આર . પાટીલ નવસારીથી લોકસભાની ચૂંટણી લડશે.
સાંસદ સી.આર. પાટીલનું નામ જાહેર થતાં નવસારીમાં જશ્ન
નવસારીમાં સાંસદ સી.આર. પાટીલનું નામ જાહેર થતાં નવસારીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલની ઓફિસ પર લોકો ઢોલ નગારા સાથે અને ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરતાં નજરે પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે.
ગુજરાતમાંથી કુલ 15 નામોની જાહેરાત કરવામાં આવી
ગુજરાતમાંથી કુલ 15 નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનેક બેઠકોમાં ઉમેદવારોને રિપીટ પણ કરવામાં આવ્યા છે. અને અમુક બેઠકોમાં નવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરવામાં આવ્યા
કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાવામાં આવ્યા છે. બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા તો ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા ચૂંટણી લડશે, રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે, પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી, જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા, આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા, ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી, દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા, ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા, બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર, નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ?