કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ આજે વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમા આવેલ ખડીર દ્વીપના ધોરાવીરાની મુલાકાત લીધી હતી. જેમાં સિંધુ સંસ્કૃતિના લોકોની રહેણીકરણી તથા ઓજારો તથા પાણી સંગ્રહની વ્યવસ્થા તથા ખડીર દ્વીપ પર મળેલા ડાયનાસોર યુગના અવશેષો ફોરશિલ પાર્ક તથા ધોરાવીરાની નગર રચના જોઈ અભિભૂત થયા હતા.
ડીજીપી વિકાસ સહાય સાથે તેમના ધર્મ પત્ની અનુરાધા સહાય ગાંધીધામ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર રાપર સીપીઆઇ વી.કે ગઢવી બાલાસર પીએસઆઇ વી.એ.ઝા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. ધોરાવીરાના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને સિંધુ સંસ્કૃતિના સંગ્રહ કરવામાં આવેલ અવશેષો નિહાળયા હતા.
ડીજીપી વિકાસ સહાય દ્વારા છેલ્લા બે દિવસની કચ્છની મુલાકાત દરમિયાન તેમણે ભુજ પોલીસ સપોર્ટ મીટ, ભેડીયા બેટ,સફેદ રણ, કુરન અને ગાંધીધામ ખાતે રન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાતથી પોલીસ બેડામાં નવો જોમ જુસ્સો જોવા મળ્યો હતો.
અહેવાલ – કૌશિક છાંયા
આ પણ વાંચો — K.C.Rathod: ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડનું જાહેરમાં નિવેદન! કહ્યું, ‘ભરતી મેળો ચાલું છે…’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ