+

Kutch Police : આંદોલનમાં ક્ષત્રિયોની પડખે રહેનારા પર સરકારની નજર

Kutch Police : રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ આજે પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ…

Kutch Police : રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ આજે પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા બાદ ભાજપ વિરુદ્ધ આંદોલન પાર્ટ- 2 શરૂ થઈ ગયું છે. અંબાજી, કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે આંદોલન દક્ષિણ ગુજરાત (South Gujarat) તરફ આગળ વધ્યું છે. ક્ષત્રિયોનો વિરોધ યથાવત રહેતાં ગુજરાત સરકાર (Gujarat Government) અને BJP માં ઉચાટની સાથે એક ડર છે. ક્ષત્રિય આંદોલનમાં અન્ય કયો-કયો સમાજ તેમની પડખે ઉભો છે તેની રજેરજની માહિતી ગુજરાત પોલીસ (Gujarat Police) મેળવી રહી છે. કચ્છ પોલીસ (Kutch Police) ના વાયરલ થયેલા પત્ર (Viral Letter) ને જોતાં ક્ષત્રિયોની સાથે અન્ય કોઈ સમાજ પણ ભાજપ સામે બાંયો ચઢાવે છે કે નહીં તેના પર બાજનજર રાખવા સરકારે પોલીસને આદેશ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

વાયરલ પત્રમાં શું લખાયું છે ?

કચ્છ પશ્ચિમ પોલીસ (Kutch West Police) નો એક સરકારી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કચ્છ પશ્ચિમના DIG મહેન્દ્ર બગરીઆ (Mahendra Bagria) વતી સહી કરાયેલો એક પત્ર સોશિયલ મીડિયા (Social Media) માં ફરતો થયો છે. જેમાં લખ્યું છે કે, ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ 24 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લા (Kutch District) માં ફરનારો છે. તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે ધર્મ રથ કયા-કયા ગામમાં ફેરવવામાં આવ્યો, આગેવાનનું નામ, ધર્મ રથને કેવો પ્રતિસાદ મળ્યો તેમજ ક્ષત્રિયો સિવાય કોણે-કોણે સપોર્ટ કર્યો તેની માહિતી તાત્કાલિક મોકલવાની રહેશે. નાયબ પોલીસ મહાનિરીક્ષકના આદેશાનુસાર લખાયેલો પત્રમાં નાયબ પોલીસ અધિકારી ભુજ અને નખત્રાણા (ASI HC LIB Field) ને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે.

જાસૂસીની સાથે કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી

કચ્છ પોલીસ (Kutch Police) ના વાયરલ થયેલા પત્રએ જાસૂસીની પોલ ખોલી નાંખી છે. ક્ષત્રિય આંદોલનની પળેપળની માહિતી મેળવવા માટે રાજ્ય ગુપ્તચર તંત્ર (State IB) તેમજ સ્થાનિક ગુપ્તચર તંત્ર કામે લાગી ગયું છે. Kutch Police ના પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાત પોલીસ ક્ષત્રિય આંદોલન (Kshatriya Andolan) માં સામેલ નેતા તેમજ તેમને સાથ આપનારાઓ પર ડોળો લગાવીને બેઠી છે. ક્ષત્રિયોની સાથે અન્ય કોઈ સમાજ વિરોધમાં જોડાય તો તાત્કાલિક ડેમજ કંટ્રોલ કરી લેવાય તેવા હેતુથી રાજ્યભરમાંથી IB મિનિટ ટુ મિનિટ માહિતી મેળવી રહી છે. ગુજરાત પોલીસને રાજ્યભરમાં ક્યાં પણ કાયદો અને વ્યવસ્થા (Law and Order) ની સ્થિતિ કથળે નહીં તે જોવા માટે પણ સરકારે વિશેષ સૂચના જારી કરી છે.

રૂપાલાની માફી પર માફી

Gujarat માં 25 લોકસભા બેઠક માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાના નિવેદને ક્ષત્રિય સમાજમાં ભડકાવેલી આગ બૂજાવવા મોટા મોટા નેતાઓ અને આગેવાનો પ્રયાસ કરી ચૂક્યાં છે અને હાલ પણ કરી રહ્યાં છે. BJP પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ (C R Patil) પણ ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યાં છે. એક પછી એક ક્ષત્રિય આંદોલનની જાહેરાત કરી ભાજપ વિરૂદ્ધ આક્રમક મૂડમાં આવી જતાં રૂપાલાને માફી પર માફી માગવાની નોબત આવી ગઈ છે.

આ પણ વાંચો – RUPALA : આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ, વાંચો અહેવાલ….

આ પણ વાંચો – Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

Whatsapp share
facebook twitter