+

Budget Gujarat : ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના

Budget Gujarat : રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આજે ગુજરાત વિધાનસભામાં 2024-25 ના વર્ષ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાં મંત્રીએ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ૮૪૨૩ કરોડની…
Budget Gujarat : રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આજે ગુજરાત વિધાનસભામાં 2024-25 ના વર્ષ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાં મંત્રીએ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ૮૪૨૩ કરોડની જોગવાઇ કરે છે. સરકારે ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ૧૫૭૦ કરોડની જોગવાઇ કરી છે.

કુલ વીજ પુરવઠાનો ૫૦% હિસ્સો રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતમાંથી મેળવવાનું આયોજન

ઊર્જા સામાજિક અને આર્થિક વિકાસ માટે પાયાનું તત્વ છે. ગુજરાતનો પ્રતિ વ્યક્તિ/વર્ષ વીજ વપરાશ ૨૪૦૨ યુનિટ છે, જે દેશના સરેરાશ પ્રતિ વ્યક્તિ/વર્ષ વીજ વપરાશથી લગભગ બમણો છે. ઉત્તરોત્તર વધતી જતી વીજમાંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે તેનાથી રાજયની ઊર્જા સુરક્ષા જળવાશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજયમાં કુલ વીજ પુરવઠાનો ૫૦% હિસ્સો રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતમાંથી મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઊર્જા ઉત્પાદન સાથે ટ્રાન્‍સમિશન અને વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ સાથે સ્માર્ટમીટરની વ્યવસ્થા રાજયમાં અમલી બનાવવામાં આવશે.

• ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત `૧૫૭૦ કરોડની જોગવાઇ.
• રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે `૧૨૮૫ કરોડની જોગવાઇ.
• આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે `૧૦૧૭ કરોડની જોગવાઇ.
• સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે `૩૮૦ કરોડની જોગવાઇ.
• મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના–ર હેઠળ `૨૫૩ કરોડની જોગવાઇ.
• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે `૧૫૨ કરોડની જોગવાઇ.
• ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો/કંડકટર તથા તેને આનુષાંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા `૧૩૦ કરોડની જોગવાઇ.
• હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્‍સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે `૯૫ કરોડની જોગવાઇ.
• એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને ગ્રીડ કનેક્ટેડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવા માટે `૬૫ કરોડની જોગવાઈ.

આ પણ વાંચો—GUJARAT BUDGET : વિદ્યાર્થિનીઓ માટે આર્થિક સહાયની જાહેરાત, શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડા

Whatsapp share
facebook twitter