+

શૌર્યનો રંગ ખાખી : ગુજરાત પોલીસની સેવાને બિરદાવવા અપાશે ‘ખાખી’ એવોર્ડ..!

ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને ઓટીટી ઇન્ડિયા દ્વારા ગુજરાત પોલીસ (Gujarat…
ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને ઓટીટી ઇન્ડિયા દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police)ના અધિકારીઓ અને જવાનો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગિરી તથા બીએસએફ અને સીઆરએફ તથા સીઆઇએસએફની રાજ્યમાં રહીને કરાયેલી કામગિરીને બિરદાવવા માટે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને ખાખી એવોર્ડ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે
ગાંધીનગર મહાત્મા મંદિરમાં 9 ઓગષ્ટે સાંજે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમ આયોજીત થશે. આ અદ્ભૂત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે જ્યારે સન્માનનિય અતિથી તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહેશે.
માતૃભૂમિની રક્ષા માટે રાત દિવસ કાર્ય કરી રહેલા પોલીસ જવાનો અને તેમના પરિવારને ખાખી એવોર્ડ સમર્પિત
ગુજરાતના ફાસ્ટેટ ગ્રોઇંગ મીડિયા હાઉસ તથા ઓટીટી ઇન્ડિયા દ્વારા એક વર્ષ પહેલા ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓએ કરેલા બેસ્ટ ઇન્વેસ્ટીગેશન અને તેમની સફળ કામગિરીને પ્રજા સમક્ષ લઇ જવા માટે એક અનોખો કાર્યક્રમ શરુ કરાયો હતો. ‘શૌર્યનો રંગ ખાખી’ નામના આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસની કામગિરી, તેના દ્વારા કરાયેલા ઇન્વેસ્ટીગેશન ઉપરાંત પોલીસનું જીવન કેવું છે અને કેવા પડકારો વચ્ચે પોલીસ કામ કરે છે તે દર્શાવામાં આવે છે અને આ જ કાર્યક્રમ અંતર્ગત આગામી 9 ઓગષ્ટે SBI દ્વારા આયોજિત ‘શૌર્યનો રંગ..ખાખી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. માતૃભૂમિની રક્ષા માટે રાત દિવસ કાર્ય કરી રહેલા પોલીસ જવાનો અને તેમના પરિવારને ખાખી એવોર્ડ સમર્પિત છે.
gujarat_police
સૌથી મોટો મલ્ટીમીડિયા શો યોજાશે
કાર્યક્રમમાં સૌથી મોટો મલ્ટીમીડિયા શો યોજાશે જે 44 મિનિટનો લાઇટ સાઉન્ડ શો છે અને પોલીસ માટે ખાસ ગીત પણ કંપોઝ કરવામાં આવ્યું છે.
કૈલાસા બેન્ડનો લાઇવ શો
ત્યારબાદ કૈલાસા બેન્ડનો લાઇવ શો પણ યોજવામાં આવ્યો છે જેમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર સંગીતના સૂર રેલાવશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસ પર તૈયાર કરાયેલી સ્પેશયલ ડોક્યુમેન્ટરી પણ રજૂ કરાશે.
કાશ્મીર-2023 નયા સવેરા નામની વેબસિરીઝ અને વીડિયો બુક પણ લોન્ચ
ઉપરાંત આ કાર્યક્રમમાં કાશ્મીર-2023 નયા સવેરા નામની વેબસિરીઝ અને વીડિયો બુક પણ લોન્ચ કરાશે. જેમાં કાશ્મીરમાં 370ની કલમ અને 35 એ કલમ નાબૂદ થયા બાદ કેવી સ્થિતી છે તેનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં આ ખાખી એવોર્ડ આપવામાં આવશે
  • બેસ્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ (ગુજરાત પોલીસ)
  • બેસ્ટ હ્યુમેનિટેરીયન એવોર્ડ (ગુજરાત પોલીસ)
  • બેસ્ટ સર્વિસ ટુ ધ નેશન (ગુજરાત પોલીસ)
  • બેસ્ટ ઇનિશ્યેટિવ બાય સિટી પોલીસ કમિશ્નર્સ (ગુજરાત પોલીસ)
  • બેસ્ટ ઇનિશ્યેટિવ બાય ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર (ગુજરાત પોલીસ)
  • લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઇન પોલીસ (ગુજરાત પોલીસ)
  • બેસ્ટ ઇનિશ્યેટિવ બાય બીએસએફ
  • બેસ્ટ ઇનિશ્યેટિવ બાય સીઆરપીએફ
  • બેસ્ટ ઇનિશ્યેટિવ બાય સીઆઇએસએફ
પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે
ઉપરાંત આ કાર્યક્રમમાં કોવિડ-10 મહામારી દરમિયાન પ્રજાની વચ્ચે રહીને ફરજ બજાવી મોતને ગળે લગાડનારા પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે.
ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો
આ ઐતિહાસિક એવોર્ડ શોને આપ ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો અને ઘેર બેઠા ઐ ઐતિહાસિક ક્ષણોના ભાગીદાર બની શકશો.
Whatsapp share
facebook twitter