+

JUNAGADH : પ્રેમી સાથે મળી કેન્સરગ્રસ્ત પતિને ઉતાર્યો મોતને ઘાટ, પત્નીનો આ રીતે ફૂટ્યો ભાંડો

 અહેવાલ- સાગર ઠાકર ,જૂનાગઢ જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના વીરડી ગામના યુવાનની હત્યા થઈ છે, ત્રણ દિવસ અગાઉ બાઈક સ્લીપ થતાં અકસ્માતમાં યુવાનનું મોત થયાનું બહાર આવ્યું હતું જેમાં મૃતદેહ…

 અહેવાલ- સાગર ઠાકર ,જૂનાગઢ

જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના વીરડી ગામના યુવાનની હત્યા થઈ છે, ત્રણ દિવસ અગાઉ બાઈક સ્લીપ થતાં અકસ્માતમાં યુવાનનું મોત થયાનું બહાર આવ્યું હતું જેમાં મૃતદેહ મળ્યા પછી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં હત્યાનો ઘટસ્ફોટ થયો હતો અને પોલીસે તે્ દિશામાં તપાસ હાથ ધરતાં મૃતકની પત્ની એ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, આમ યુવાનનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ તેની હત્યા કરાઈ હોવાનું ફલિત થયું હતું, પોલીસે મૃતકના પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. 6 જુલાઈ ના રોજ સવારના માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી કે વીરડી ગામ નજીક માળીયા હાટીના રોડ ઉપર પુલ નીચે એક બાઈકનું અકસ્માત થયેલ છે અને એક યુવકનો મૃતદેહ પણ પડેલો છે તેથી માળીયા હાટીના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભાવેશ ઉર્ફે ભાવસીંહ કાનાભાઇ પરમાર ઉ.વ. 40 રાત્રીના ઘરેથી નીકળ્યા હતા અને વીરડી ગામ પહેલા પુલ નજીક પોતાનુ બાઈક સ્લીપ થતા બાઈક પર કાબુ ગુમાવી દેતા પુલ ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું જે અંગે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

આ ઘટના બાદ મૃતક ભાવેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો જેના રીપોર્ટમાં ભાવેશભાઈનું અકસ્માતમાં નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનું ફલિત થતું હતું તેથી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે તે શંકાસ્પદ હાલતમાં હતો તેથી પોલીસને પણ શંકા હતી અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ શંકા હકીકતમાં બદલાઈ હતી.

Image preview

પોલીસ માટે હવે અકસ્માતને બદલે હત્યાના ગુન્હા તરફ તપાસ હાથ ધરવાની હતી તેથી પોલીસે સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી જેમાં મૃતક ભાવેશભાઈ ના પત્ની સુધાબેન શંકાના દાયરામાં આવતાં તેની સઘન પૂછપરછ હાથ ધરતાં સુધાબેને તેના પ્રેમી ભરત વાઢીયા સાથે મળીને આ હત્યાના બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.મૃતક ભાવેશભાઈના પત્ની સુધાબેન અને અમરાપુર ખાતે રહેતા ભરત વાઢીયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સબંધ હતો જેમાં પતિ ભાવેશ આડખીલીરૂપ હોય સુધાબેન અને ભરતએ સાથે મળીને ભાવેશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો,

ભરતએ ભાવેશને માથામાં લાકડાના પાવડાના હાથા અને ક્રિકેટના બેટથી માર મારી હત્યા કરી

6 જુલાઈના રોજ રાત્રીના પ્લાન મુજબ સુધાબેન અને ભરતએ ભાવેશને માથામાં લાકડાના પાવડાના હાથા અને ક્રિકેટના બેટથી માર મારી હત્યા કરી હતી. ભાવેશની હત્યા કર્યા બાદ ભાવેશના જ બાઈકમાં તેના મૃતદેહને લઈ જઈને પુલ નીચે ફેંકી દીધો હતો તેથી તેનો અકસ્માત થયો હોય તેમ લાગે, સાથે મૃતક ભાવેશની ટોપી, ચશ્મા, ચંપલ વગેરે ચીજવસ્તુઓ પણ આસપાસ ફેંકી દીધી જેથી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી શકાય, પરંતુ પુલ નીચે પડી જવાથી મૃત્યું થયાની અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર ઉંડાણપૂર્વકની જે રીતે તપાસ કરી હતી તે સમયે જ પોલીસને અકસ્માતની ઘટનામાં શંકા હતી પરંતુ પોલીસ પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોતી હતી અને જ્યારે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ સામે આવ્યો ત્યારે પોલીસની શંકા હકીકત બનીને સામે આવી અને તે દિશામાં ચક્રો ગતિમાન કરીને પોલીસે મૃતકની પત્નિ સુધાબેન તથા તેના પ્રેમી ભરતને ઝડપી લીધા હતા અને તેની સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં સુધાબેન અને ભરતને અન્ય કોઈ વ્યક્તિએ મદદ કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આપણ  વાંચો –ગુજરાતના આ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસશે, હવામાન વિભાગની મોટીઆગાહી

Whatsapp share
facebook twitter