+

જામનગરનું ખોડિયાર મંદિર સંપૂર્ણ પાણીમાં ગરકાવ, અમરેલીમાં પણ ભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. કયાંક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને તોફાની વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.. સાર્વત્રિક વરસાદને…
ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. કયાંક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને તોફાની વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.. સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે ડેમોમાં પાણીની આવક વધી છો. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે અમરેલી અને  જામનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા
જામનગર શહેરના ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘમહેર યથાવત રહી છે. શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે  રંગમતી નદી ભય જનક રીતે થઈ બે કાંઠે વહેતા દરેડ ગામે આવેલ 40 ફૂટ ઊંચા ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયા છે.  શહેરના રણજીતનગર, ઉદ્યોગનગર, જનતા ફાટક, બેડીગેઈટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરેલા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે અવિરત વરસાદ પડી રહ્યો છે અમરેલી જિલ્લામાં લાઠી બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં બાબરના ચમારડી સ્થાનિક નદીમાં પુર આવ્યું બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ભરાયા અને  બાબરાના ચમારડી, ચરખા, ઉંટવડ, પાનસડા, ગમાપીપળીયા, કુવરગઢ, વાવડી, વલારડી, દરેડ, કરીયાણા ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ઉટવડ ગામે 8 ઇંચ આસપાસનો વરસાદ વરસતા ઊંટવડ જળબંબાકાર થયું
રહેણાંક એક મકાનમાં દીવાલ ધરાશાયી
અમરેલી જિલ્લામાં લાઠી બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં બાબરના ચમારડી સ્થાનિક નદીમાં પુર આવ્યું. રહેણાંક એક મકાનમાં દીવાલ ધરાશાયી થતા નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ અટકી હતી.બાબરા શહેરમાં શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
રાત્રિના સમયે સિંહોનું ટોળું જોવા મળ્યું
જાફરાબાદ શહેરની જોગો સોસાયટીમાં સિંહો પહોંચ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જાફરાબાદની વઢેરા રોડ પર આવેલ જોગો સોસાયટીમાં 5 સિહનું ટોળુ પહોંચ્યું છે. રાત્રિના સમયે સિંહોનું ટોળું ટહેલતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ સિંહો શાંતિથી તેમની મસ્તીમાં પસાર થતા જોઈ શકાય છે. તેમણે કોઈને કંઈપણ નુકસાન પહોંચાડ્યુ ન હતુ. ધોળા દિવસે સિંહોના ટોળાનો વીડિયો સામે આવ્યો છે. આ નયનરમ્ય દૃશ્યો જોઈને સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે રહી શકે છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
Whatsapp share
facebook twitter