+

Karnataka Elections 2023 : કર્ણાટકની ચૂંટણીની ગરમી જામનગર સુધી પહોંચી, જાણો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર પડઘમ જોરશોરથી ચાલ્યો. રાજકિય નિવેદનબાજીઓ પણ થઈ હતી. કર્ણાટકની ચૂંટણીની ગરમી છેક જામનગર સુધી પહોંચી છે. ભાજપના ઉમેદવાર દ્વારા કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત…

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર પડઘમ જોરશોરથી ચાલ્યો. રાજકિય નિવેદનબાજીઓ પણ થઈ હતી. કર્ણાટકની ચૂંટણીની ગરમી છેક જામનગર સુધી પહોંચી છે. ભાજપના ઉમેદવાર દ્વારા કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત ટીપ્પણી મામલે જામનગર કૉંગ્રેસ દ્વારા આજે જામનગર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી હતી.

મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને ધમકી

કર્ણાટક રાજ્યના ચિનપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડે જાહેરસભામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને મારી નાંખવાની ધમકીઓ ઉચ્ચારેલી હતી. જેને લઈને ફરિયાદ નોંધવાની માંગ સાથે આજે પોલીસને રજુઆત કરવામાં આવી હતી.

ફરિયાદ નોંધવા માંગ

જામનગર કોંગ્રેસ દ્વારા કહેવાયું છે કે, રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સામેના સ્ટેટમેન્ટથી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં, લોકોમાં, અશાંતિ ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ બગડી જશે. આથી આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે. અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે.

ધાર્મિક અને જાતિગત લાગણી ઉશ્કેરી

આ ભાષણોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કે જેઓ દલિત પરિવારમાંથી આવે છે અને હાલમાં તેમની લોકપ્રિયતામાં વધતાં આ જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવેલ છે. કર્ણાટક રાજ્ય, જે ભગવાન બસવન્નાની ભૂમિ, જે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેની ભૂમિ છે ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરેલી છે.

  • ભાજપના મણીકાંત રાઠોડની સતત બે જવાબદારી ભરી ધમકીઓને કારણે ગુજરાતમાં પણ આ ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. આથી આપ ને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે તેમના સામે ફરિયાદ નોંધવામાં આવે.

આ પણ વાંચો : સચિન પાટલોટ ભડક્યા, કહ્યું, ગેહલોતના નેતા વસુંધરા…..

Whatsapp share
facebook twitter