+

Jagannath: રથયાત્રા પહેલા આજે ભગવાનને કરાશે જળાભિષેક

Jagannath : અમદાવાદમાં ભગવાન જગન્નાથ (Jagannath ) ની 147મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. ભવ્ય રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8.30 વાગે નિજ મંદિરથી જળયાત્રાનો પ્રારંભ…

Jagannath : અમદાવાદમાં ભગવાન જગન્નાથ (Jagannath ) ની 147મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. ભવ્ય રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8.30 વાગે નિજ મંદિરથી જળયાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે અને સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રા યોજાશે.

સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા જળયાત્રા યોજાઇ છે. જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રા યોજાશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રાનું અનેરું મહત્વ છે. જળયાત્રામાં સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક થશે. જળયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તોની સાથે ભગવાનના મોસાળિયા પણ જળયાત્રામાં જોડાશે. ગજરાજ, બળદગાડા અને બેન્ડબાજા સાથે જળયાત્રાનું આયોજન કરાયું છે. જળયાત્રામાં ધ્વજ પતાકા, કાવડ યાત્રિકો અને ભજન મંડળીઓ સામેલ થશે.

સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે

અમદાવાદ ભગવાન જગન્નાથનો આજે અભિષેક કરાઇ રહ્યો છે. દર વર્ષે આ જળયાત્રા જેઠ સુદ પૂનમના રોજ યોજાય છે. આજે સવારે 8:00 કલાકે નિજ મંદિરથી ગજરાજ, ભજન મંડળી સાથે જળયાત્રાનો પ્રારંભ થશે. સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે . ગંગા પૂજન કરેલું વિશેષ જળ 108 કળશ ભરી મંદિરમાં લવાશે અને મંદિરમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજી આજે ગણપતિ સ્વરૂપે દર્શન આપશે

મહત્વની વાત એ છે કે ભગવાન જગન્નાથજી આજે ગણપતિ સ્વરૂપે દર્શન આપશે . વર્ષમાં એક જ દિવસ ભગવાન ગણપતિ સ્વરૂપના દર્શન આપે છે બપોર બાદ ભગવાન નિજ મંદિરથી મોસાળ સરસપુર પહોંચશે. જળયાત્રામાં વિશેષ અતિથિ તરીકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. ઉપરાંત અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ અન્ય ધારાસભ્ય પણ હાજર રહેશે.

આ પણ વાંચો— Jai Jagannath : ભગવાનને સોનાના કૂવાના પાણીથી કરાવાશે સ્નાન…

Whatsapp share
facebook twitter