+

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલોટ ભારતમાં : જનરલ ડૉ. વી. કે. સિંઘ

અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લી મુકી હતી. આજે પ્રથમ દિવસે કેન્દ્રીય માર્ગ પરિવહન અને સિવિલ એવિયેશન રાજ્યમંત્રીશ્રી જનરલ ડો.વી.કે. સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં એરક્રાફ્ટ…

અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લી મુકી હતી. આજે પ્રથમ દિવસે કેન્દ્રીય માર્ગ પરિવહન અને સિવિલ એવિયેશન રાજ્યમંત્રીશ્રી જનરલ ડો.વી.કે. સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજયો હતો.

મંત્રીશ્રી ડો.વી.કે.સિંઘે પ્રાદેશિક એર કનેકટિવિટી ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, એવીએશનમાં નાના એર એરક્રાફ્ટની વધુ તકો રહેલી છે. ગુજરાતમાં નાના નાના એરક્રાફ્ટથી વધુ કનેક્ટિવિટી મળી રહે તેમ છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીઝમાં ભારતની ઇકો સિસ્ટમ સારી છે. આવનાર સમયમાં ભારતમાં ૧૦૦૦થી વધુ હવાઈ જહાજ આવશે. ૨૦૧૪માં માત્ર ૭૦ એર ક્રાફટ હતાં જે વધીને આજે ૧૪૯ એર ક્રાફટ થયા છે. આગામી સમયમાં મેન્ટેનન્સ, રિપેરિંગ અને ઓવરઓલ (MRO)ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે.

એર કાર્ગો વિશે જણાવતાં શ્રીસિંઘે કહ્યું હતું કે, સરકારે આ ક્ષેત્રે વધુ ફોકસ કર્યું છે. જેનાથી ક્ષમતામાં વધારો થયો છે. અને ઇકોનોમિક ગ્રોથમાં મોટા એર કાર્ગોનું વિશેષ યોગદાન રહ્યું છે. ભારતમાં નો બે બીલીયનથી વધુનો બિઝનેસ છે. ડોમેસ્ટિક MRO બિઝનેસને વેગવંતુ કરવા જીએસટીના દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે અને MROની ઈકો સિસ્ટમને વેગવંતુ બનાવવા એક્સપોર્ટ ડયૂટી શૂન્ય કરવામાં આવી છે.એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં MROના સ્પેશિયલ ટુલ્સ ઉપરની ઇમ્પોર્ટ ડયૂટી સંપૂર્ણ દૂર કરવામાં આવી છે. ભારત પાસે ક્ષમતા છે ખાસ કરીને નાના એર ક્રાફટ, હેલી કોપ્ટર્સ અને MRO ના ક્ષેત્ર માં વિકાસની નવી તકો ઉભરાશે. પાછલા ૧૦ વર્ષમાં નવી સિવિલ એવિએશન પોલિસી, ડ્રોન પોલિસી, હેલિકોપ્ટર પોલિસી અમલી બનાવી છે. આવનાર સમયમા હેલિકોપ્ટર સેવા ક્ષેત્રમાં ઘણી તકો છે અને ફ્લાઈટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝશનને ઘણી રાહત આપવામાં આવી છે જેનાથી વધુમાં વધુ પાયલોટ બની શકે. વધુમાં ડો. વી. કે. સિંઘે કહ્યું હતું કે, ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

આ અવસરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સુજોય ડે એ ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે મળીને ૧૧ ગ્રીનફીલ્ડ ટ્રીપ્સ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા હોવાનું જણાવી કહ્યું હતું કે, ધોલેરા ગ્રીનફીલ્ડ એર ટ્રીપ્સનું કામ પ્રગતિ હેઠળ છે. અત્યારે નાના મોટા મળીને ૧૦ એર ફિલ્ડ ગુજરાતમાં કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે,ગુજરાતના ઘણા એરપોર્ટ પાસે વિસ્તરણની ક્ષમતા છે. જે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને સુરત, કંડલા, કેશોદ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભૂજ અને જામનગરના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ એરપોર્ટ પર ભવિષ્યમાં મોટા એર ક્રાફટ ઉતરી શકશે.

પવન હંસ હેલિકોપ્ટરના ચેરમેન અને એમડી સંજીવ રાઝદાને ગુજરાતમાં એવિયેશન ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી તકો ઉભરી રહી છે તેમ જણાવી વાઈબ્રન્ટ ગુજરાતનની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે,એર ટ્રાફિકને વેગ આપીએ તો આંતરરાષ્ટ્રીય વ્યવસાય અને રોજગારીની નવી તકો ઉભરશે. તેમજ આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય એર એક્ટિવિટીથી ટુરિઝમમાં વધારો થઈ શકે છે. ભારત પાસે MROને વિકસાવવા ક્ષમતા છે. કેમ કે,ભારતમાં MROની માંગ વધુ છે. અને લો કોસ્ટ મેન પાવર સરળતાથી મળી શકે છે. સરકારે MRO સેક્ટરને મહત્વ આપ્યું છે.

પહેલાંના સમય કરતાં હેલિકોપ્ટરની માંગ વધી છે કેમ કે, હેલિકોપ્ટર થકી અંતરિયાળ વિસ્તારને સરળતાથી કનેક્ટ કરી શકાય છે સાથે આપાતકાલ સમયમાં ઉપયોગી નિવડી રહ્યું છે. હેલિકોપ્ટર સેવા અંતરિયાળ વિસ્તાર માટે લાઈફ લાઈન સાબિત થઈ રહી છે. સ્કીલ ડેવલપમેન્ટની તકો ઉભી કરવાથી વધુ એન્જિનિયર્સ મળી રહેશે. તેમજ રાજ્ય સરકાર સાથે MOU કરવાના સંકેત આપ્યા હતા.

ગુજરાતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર રોકાણકારો અને સેવા પુરી પાડનાર કંપનીઓ માટે ઉત્તમ ક્ષેત્ર બની રહેશે એમ જણાવી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી હરિત શુક્લાએ કહ્યું કે, ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિસ્તરણથી ગુજરાતનો આર્થિક વિકાસ,ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધી છે. ગિફ્ટ સિટીમાં એવિયેશન ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે જેનાથી રોજગારીનું સર્જન થશે અને ઇકોનોમિક ગ્રોથમાં સહયોગ આપશે. ગુજરાતમાં એરક્રાફ્ટના વ્યૂહાત્મક આયોજનના પરિણામે ગુજરાતના એરોસ્પેસ ઉદ્યોગ પરની સકારાત્મક અસરો વધી છે.

પ્રસ્તુત સેમિનારમાં બે સેન્શનમાં ગુજરાતમાં એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MROની તકો વિષયક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ,વિધાર્થીઓ સહીત દેશ-વિદેશના પ્રતિનિધિઓએ પ્રસ્તુત સેમિનારની ચર્ચામાં અદાણી લીડ્સ, અદાણી ડિફેન્સ અને એરોસ્પેશના MRO લીડર જી.આર.ધરણીધરણ, બી.સી. ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિયા પ્રા.લિ.ના એમ.ડી. અને પ્રેસીડેન્ટ શ્રી સુનિલ દવે ઉપરાંત સંકેત ચતુર્વેદી, વેંકટ કટકુરી સહિતના મહાનુભાવોએ મનનીય વિચારો પ્રસ્તુત કર્યા હતા.

આ પણ વાંચો – અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય પર વિશેષ સેમિનાર યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter