+

Painful : નિર્દોષના મોત થતાં રહેશે અને જવાબદારો છટકી જશે

Painful: સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, કાંકરીયા કાંડ,ભાગવનગરનો રંગોળા કાંડ, મોરબી ઝુલતા બ્રિજ કાંડ…અને હવે વડોદરાના હરણી બોટ કાંડ….વેદના(PAIN ) એ છે કે નિર્દોષના મોત થતાં રહેશે અને જવાબદારો છટકી જશે. જવાબદાર…

Painful: સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, કાંકરીયા કાંડ,ભાગવનગરનો રંગોળા કાંડ, મોરબી ઝુલતા બ્રિજ કાંડ…અને હવે વડોદરાના હરણી બોટ કાંડ….વેદના(PAIN ) એ છે કે નિર્દોષના મોત થતાં રહેશે અને જવાબદારો છટકી જશે. જવાબદાર મોટા માથા હંમેશા આ પ્રકારના બનાવોમાં છટકતાં રહ્યા છે અને તેથી જ સામાન્ય પ્રજામાં આ પ્રકારના બનાવો સામે આક્રોષ તો જોવા મળે છે પણ પ્રજાને પણ ખબર છે કે અપરાધીઓને ક્યારેય પકડાશે નહીં અને પકડાશે તો યોગ્ય સજા થશે નહીં.

બેદરકારી ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્રની તથા કોન્ટ્રાક્ટરની અને ભોગ બન્યા નિર્દોષ માસૂમ ભુલકાં

વડોદરાનો હરણી કાંડ તાજો છે. બેદરકારી ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્રની તથા કોન્ટ્રાક્ટરની અને ભોગ બન્યા નિર્દોષ માસૂમ ભુલકાં અને શિક્ષકો. હંમેશા જોવામાં આવ્યું છે કે આવા બનાવોમાં સરકારી અધિકારીઓ છટકી જાય છે. કોન્ટ્રાક્ટરોને ગમે તેમ કરવાની છૂટ આપી દઇને અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરતાં રહે છે પણ તેમાં નિર્દોષ પ્રજા ભોગ બને છે. નિયમોની ઐસીતૈસી કરવામાં સરકારી અધિકારીઓ જ છે અને એટલે જ ભ્રષ્ટ બેદરકાર કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ કરતાં રહે છે.

અધિકારીઓ ને ખબર છે કે ભલે ગમે તે થાય પણ તેમની સામે કોઇ પગલાં લેવાશે નહીં

નિયમોને ઘોળીને પી ગયેલા સરકારી અધિકારીઓ પોતાની પાસે હંમેશા એક છટકબારી રાખતા જ હોય છે અને તેથી જ જ્યારે આવા બનાવો બને ત્યારે તેમને ઉની આંચ સુદ્ધાં આવતી નથી. આવા અધિકારીઓ ને ખબર છે કે ભલે ગમે તે થાય પણ તેમની સામે કોઇ પગલાં લેવાશે નહીં અને તેમના માનીતા કોન્ટ્રાકટરો પણ બચી જશે. તંત્રની આંખ નીચે આવા પાપીઓ એવું કામ કરે છે જેનાથી સામાન્ય માણસને ભોગવવું પડે છે.

પોલીસ પણ તેનું નામ લખવાની હિંમત કરતી નથી

વડોદરાના હરણી કાંડમાં પણ આવું જ થયું છે. વડોદરામાં જેનું નામ છેલ્લા 2 દિવસથી ચૌરેને ચૌટે ગવાય છે તેવા પરેશ શાહનું નામ પોલીસ ફરિયાદમાં જ નથી અને તેના પરથી સમજી જવાનું કે કોને છાવરવામાં આવે છે. પરેશ શાહના પુત્ર અને 2 બાળકોને આરોપી બનાવી દેવાયા છે. પણ વડોદરામાં બધે ચર્ચાય છે કે પરેશ શાહ નામના વ્યક્તિને કેમ આરોપી બનાવાયા નથી છતાં પોલીસ પણ તેનું નામ લખવાની હિંમત કરતી નથી.

પોલીસ પણ તપાસના નામે નાટક જ કરતી રહે છે

બીજી તરફ જેમ મોરબી કાંડમાં થયું તેમ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ તુરત જ સ્થળની મુલાકાત લઇને કોઇ પણ ચમરબંધી હશે તેને છોડાશે નહી તેવી જાહેરાત કરી હતી પણ બધાને ખબર છે કે મોરબી કાંડમાં શું થયું છે. પોલીસ પણ તપાસના નામે નાટક જ કરતી રહે છે અને વડોદરા પોલીસે પણ એસઆઇટીની રચના કરીને તપાસનું નાટક શરુ પણ કરી દીધું છે.

શાળા સંચાલકે પણ ગાણુ ગાયું

શાળા સંચાલકે પણ પોતે નિર્દોષ છે, અમે તો કહ્યું હતું કે બોટમાં વધારે બેસાડો છો…વગેરે વગેરે…ખુલાસા કરીને મગરના આંસુ સારી દીધા પણ ડીઇઓએ ખુલાસો કર્યો કે શાળાએ પિકનીકમાં જવાની કોઇ જ મંજૂરી લીધી ન હતી. પિકનીકની જ જાણ ના કરી હોય છતાં શાળા સંચાલક પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાઇ રહ્યો છે.

પ્રજા પણ હવે તંત્રના આ નાટકને હવે સમજી ગઇ છે

પ્રજા પણ હવે તંત્રના આ નાટકને હવે સમજી ગઇ છે કારણ કે તેને પણ ખબર છે કે આખરે તો કશું થવાનું નથી. ભોગ નિર્દોષ લોકો બનતા જ રહેશે.

આ પણ વાંચો—HARANI TRAGEDY : બાળકએ છેલ્લા શબ્દોમાં શું કહ્યું ,જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter