+

Congress: કચ્છમાં 1021 કાર્યકર્તાઓએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, ધારણ કર્યો કેશરિયો

Congress: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓ અત્યારે પ્રચાર કરવા માટે તાડમાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા…

Congress: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓ અત્યારે પ્રચાર કરવા માટે તાડમાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા પડી રહ્યા છે. કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ અત્યારે ભાજપમાં જોડાવાની હોડ લગાવી રહ્યા છે. ક્ચ્છમાં કોંગ્રેસના 1021 કાર્યકરો હોદેદારો ભાજપમાં જોડાયા ગયા છે. મળતી વિગતો પ્રમાણે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોર પિંગોલ, અલ્પેશ દરજી, મુકેશ ગોર, ખેતુભા જાડેજા, પ્રાણલાલ ગરવા સહિત 1021 કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. વિગતો પ્રમાણે ભુજમાં ભાજપ કાર્યકર સમેલનમાં કોંગ્રેસના દિગ્ગજોને કેસરિયો ધારણ કરાવાયો હતો.

કોંગ્રેસના નેતાઓની ભાજપમાં જોડાવાની હોડ જામી

આગામા ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે એક પછી એક માઠાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. નોંધનીય છે કે, 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય બેડામાં હલચલ જોવા મળી રહી છે. કચ્છમાં કોંગ્રેસના 1021 આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ પોતાના કાર્યકરોને સાચવવામાં નિષ્ફળ રહ્યું છે.

ચૂંટણી પૂર્વે રાજકીય બેડામાં હલચલ જોવા મળી

એક તરફ કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ નીકળી રહ્યા છે, ત્યાં કોંગ્રેસ ખુદ પણ પોતાના દિગ્ગજ નેતાઓને કાઢી રહી છે. મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી દીધા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા તેઓ પ્રધાનમંત્રી સાથે જોવા મળ્યા છે. જો કે, તેઓ ત્યારે કલ્કિધામના શિલાન્યાસ માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે ગયા હતાં. ત્યાર બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પીએમ મોદીના ખુબ વખાણ પણ કર્યા હતાં.

કોંગ્રેસ માથે ચિંતાના વાદળ છવાયા

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કલ્કિ ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ આજીવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેશે. આ સાથે તેમણો ભૂતકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મેં 16-17 વર્ષની ઉંમરે રાજીવ ગાંધીને જે વચન આપ્યું હતું તે મેં આજ સુધી પાળ્યું છે અને આજે આ ઉંમરે હું સંકલ્પ લઈ રહ્યો છું કે હું જીવનભર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉભો રહીશ.

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો

Whatsapp share
facebook twitter