+

ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો, ફસાઈ ટ્રક

રાજ્યમાં ઠેર ઠેર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે ખરાબ રસ્તાની કામગીરી પણ છતી થઈ રહી છે. ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોની પરેશાની વધી રહી છે અને સાથે જ…

રાજ્યમાં ઠેર ઠેર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે ખરાબ રસ્તાની કામગીરી પણ છતી થઈ રહી છે. ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોની પરેશાની વધી રહી છે અને સાથે જ તંત્રની પોલ પણ ખૂલી રહી છે. આવી જ ઘટના ગાંધીનગરમાં પણ સામે આવી છે.

ગાંધીનગર ખાતે સેકટર 29માં ટ્રક પડી આડી

ગાંધીનગરમાં સેક્ટર 29 ખાતે વંદે માતરમ પાર્ક 2 પાસેનો રોડ અચાનક ગેટ પાસે બેસી ગયો હતો. રોડ બેસી જવાના કારણે અહીંથી પસાર થઈ રહેલી ટ્રક આડી પડી હતી. મુશ્કેલીમાં વધારો ત્યારે થયો કે આ ટ્રકમાં રેતી ભરેલી હતી.

 

આ સાથે જ હાલમાં આ જગ્યાએ બીજી વસાહતનું કામકાજ પણ ચાલી રહ્યું છે. આ જગ્યાએ સતત સામાનની અવરજવર થઈ રહી હોવાથી આ રસ્તો જલ્દી તૂટી રહ્યો છે.

આપણ  વાંચો –SURAT: ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે બંધ કરાયો

 

Whatsapp share
facebook twitter