+

IDAR : કૈલાશ માન સરોવરની આ દુર્લભ વનસ્પતિ ફક્ત ઇડરમાં ઊગે છે; કાળઝાળ ગરમીમાં આપે છે શીતળતા

IDAR : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બન્યા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના ( IDAR ) લોકોને આ તકલીફ નથી રહેતી. આ પાછળનું…

IDAR : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બન્યા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના ( IDAR ) લોકોને આ તકલીફ નથી રહેતી. આ પાછળનું કારણ પણ ખૂબ અનોખુ છે. ઇડરના ( IDAR ) લોકોને ગરમી સામે એક દુર્લભ વનસ્પતિ રક્ષણ પૂરું પાડી રહી છે. હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી ઇડરમાં થાય છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ..

આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દુર થઇ જાય છે

ઉનાળો આવતાની સાથે જ ગુજરાતમાં કાળઝાળ ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. ગરમીના આ પ્રકોપથી સાબરકાંઠા જીલ્લાનું ઇડર ( IDAR ) પણ ધગધગી રહ્યું છે. પરંતુ આ કાળઝાળ ગરમીમાં ઇડરનાં લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે. આ વનસ્પતિ બીજી કોઈ નહીં પરંતુ ઈડરિયા ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોડી નામની વનસ્પતિ છે. માત્ર હિમાલય પર આવેલા કૈલાસ માન સરોવરમાં જ જોવા મળતી ટાઢોડી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે.આ વનસ્પતિની ખાસ વાત એ છે કે, ગમે તેટલી ગરમી હોય કે લુ લાગી હોય આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દુર થઇ જાય છે. વધુમાં આ વનસ્પતિને પગમાં લગાવતા પગના વાઠીયા પણ દુર થાય છે તેવુ સ્થાનિકોનુ પણ માનવુ છે.

ગમે તેટલો ઉપયોગ કરો પરંતુ વનસ્પતિ ખુટતી નથી

માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી-વચ્છરાજનાં નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે.વળી, ઘણા લોકોએ આ વનસ્પતિને ઇડરમાં જ આવેલા રાણી તળાવ સહીત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તે આ કુંડ સિવાય અન્ય કોઈ જ જગ્યાએ થતી નથી. તો લોકો અહીથી ગમે તેટલી વનસ્પતિ લઇ જાય તે ફરીથી ઉગી જ નીકળે છે અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે પરંતુ વનસ્પતિ ખુટતી નથી. આમ લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જ જાય છે અને ગરમીથી રક્ષણ મેળવે છે. છેલ્લા અનેકો વર્ષોથી આ વનસ્પતિ અહી અસ્તિત્વ ધરાવી રહી છે અને તેના ઔષધીય ઉપચારને કારણે ઇડર સહીત આજુબાજુના લોકોને માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે ઈડરના લોકો ગઢ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વના જોખમાય તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Surat: જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત 7 લોકો સામે 1.34 કરોડની ઠગાઈની ફરિયાદ

Whatsapp share
facebook twitter