+

HM Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે

HM Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી (Daman and Dadranagar Haveli) ની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહ (HM Amit Shah) દમણ અને દાદરાનગર…

HM Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી (Daman and Dadranagar Haveli) ની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહ (HM Amit Shah) દમણ અને દાદરાનગર હવેલી ખાતે અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

ગૃહ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠક

સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી(Daman and Dadranagar Haveli) માં આજે ગૃહ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. દમણના મીરાસોલ રિસોર્ટ ખાતે આ પરામર્શદાત્રી સમિતિની બેઠક યોજાવાની છે. ત્યારે મળતી માહિતી અનુસાર, વિવિધ સંગઠનો અને અગ્રણીઓ સાથે પણ અમિત શાહ મુલાકાત કરી શકે છે.

પ્રદેશ ભાજપના અગ્રણીઓ સાથે અનેક ચર્ચાઓ કરી શકે

ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન દાદરાનગર હવેલી પ્રદેશ ભાજપના અગ્રણીઓ સાથે અનેક ચર્ચાઓ કરી શકે છે. ત્યારબાદ, બપોર પછી કેન્દ્રીય ગૃહપ્રધાન સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાયલીમાં અમિત શાહની હાજરીમાં લાભાર્થી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત

આજે કેન્દ્રીય ગૃહપ્રધાન (HM Amit Shah) દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો – HM Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ પોલીસનું જાહેરનામું, તમામ વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter