+

Rape Case : ચકચારી બળાત્કાર કેસમાં ફરાર બિલ્ડર પૂજારી બનીને છૂપાયો હતો

Rape Case : વર્ષ અગાઉ પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ચર્ચા જગાવનારા એફિડેવિટકાંડ (Affidavit cum Declaration) ના પર્દાફાશ બાદ નોંધાયેલા દુષ્કર્મ કેસમાં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ચોપડે વર્ષથી…

Rape Case : વર્ષ અગાઉ પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ચર્ચા જગાવનારા એફિડેવિટકાંડ (Affidavit cum Declaration) ના પર્દાફાશ બાદ નોંધાયેલા દુષ્કર્મ કેસમાં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ચોપડે વર્ષથી ફરાર આરોપી આખરે UP ખાતેથી હાથમાં આવ્યો છે. પૂર્વ DGP ના નામે એક મહિલા સાથે વારંવાર દુષ્કર્મ કરનારા બિલ્ડર મથુરામાં પૂજારી બનીને સંતાયો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) યોગેશ ગુપ્તાને ઝડપી લઈ મહિલા ક્રાઈમ બ્રાંચને સોંપ્યો છે. પકડાયેલા આરોપી ગુપ્તા અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચઢી ચૂક્યા છે. Rape Case માં યોગેશ ગુપ્તા (Yogesh Gupta) ને મહિનાઓ પૂર્વે વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ દેશ છોડી ફરાર ના થાય તે માટે LOC (Look Out Circular) પણ જારી કરી દેવાયો હતો. સિનિયર IPS સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) અને આશિષ ભાટીયા (Ashish Bhatia IPS) ની આબરૂને લાંછન લગાવનારા ચર્ચાસ્પદ એફિડેવિટકાંડ કેસ સાથે પરોક્ષ રીતે જોડાયેલા યોગેશ રોશનલાલ ગુપ્તા આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે.

શું હતી ગુપ્તા અને ઈસ્માઈલ સામે ફરિયાદ?

ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ની મહિલાએ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ (Rape Case) માં પ્રાથમિક રીતે બે આરોપીઓના નામ જણાઈ આવે છે. એક છે મહિલાનો કહેવાતો પતિ ઈસ્માઈલ મલેક ઉર્ફે ઈસ્માઈલ ગેડીયા (Ismail Malek @ Ismail Gediya) અને બીજો આરોપી છે કથિત IPS કે જેણે મહિલા સાથે બબ્બે વખત દુષ્કર્મ આચર્યું. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ના ચોપડે નોંધાયેલી FIR માં વાસણા ખાતે આવેલા એક બ્યુટી પાર્લર (Beauty Parlor) નો પણ ઉલ્લેખ છે. આ પાર્લરમાં મહિલાને ઈસ્માઈલ અને કથિત IPS બ્યુટી ટ્રીટમેન્ટ માટે વર્ષ 2022માં લઈ ગયા હતા. બ્યુટી પાર્લરનું બિલ કથિત IPS અધિકારીએ ચૂકવ્યું હતું. વર્ષ 2022ની 14 સપ્ટેમ્બરના રોજ ઈસ્માઈલ મહિલાને લઈને ચાંદખેડા મોટેરા રોડ પર આવેલા સંગાથ બંગ્લોઝ નંબર 13-14 ખાતે આવેલી ઓફિસમાં લઈ ગયો હતો. જ્યાં હાજર એક શખસની ઓળખ ઈસ્માઈલે એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકેની આપી હતી. 45-50 વર્ષના આશરાના કથિત IPS તારા ભાઈને છોડાવવામાં મદદ કરશે તેમ કહી મહિલાને એકલી મુકી ઈસ્માઈલ ક્યાંક ચાલ્યો ગયો હતો. દરમિયાનમાં કથિત IPS અધિકારીએ વાતચીત દરમિયાન શારીરિક અડપલાં કરી ઓફિસના સોફા પર મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ઈસ્માઈલ થોડાક સમયમાં પરત આવતા તે મહિલાને લઈને નીકળ્યો ત્યારે તેણીએ દુષ્કર્મની વાત કરી હતી. ઈસ્માઈલે સાહેબ બંગલો રહેવા માટે આપવાના છે તેમ કહી બે-ત્રણ દિવસ બાદ ફરીથી મહિલાને ફરીથી સંગાથ બંગ્લોઝ ખાતે લઈ આવ્યો હતો. જ્યાં ફરીથી ઈસ્માઈલની ગેરહાજરીમાં કથિત IPS અધિકારીએ સોફા પર બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ ફરિયાદમાં એવો દાવો કર્યો હતો કે, દુષ્કર્મ આચરનારા આરોપીને જોયેથી ઓળખી શકે તેમ છે. તપાસ દરમિયાન ભોગ બનનારી મહિલાએ આરોપીને ઓળખ સ્પષ્ટ કરી હતી.

ગુપ્તાને અમદાવાદના IPS સાથે હતો ઘરોબો

ચાંદખેડા-મોટેરા રોડ પર આવેલા સંગાથ બંગ્લોઝ (Sangath Bunglows) થી અમદાવાદ શહેર પોલીસના મોટાભાગના અધિકારીઓ-કર્મચારીઓ વાકેફ છે. PI, PSI સહિતના સ્ટાફની થતી બદલીઓનું એપી સેન્ટર (AP Centre) બંગલા નંબર 13 હોવાની ચર્ચા અમદાવાદ પોલીસ બેડામાં જે-તે સમયે ચાલતી હતી. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) વિભાગના એક ઉચ્ચ IPS અધિકારીની સંગાથ બંગ્લોઝમાં નિયમિત રીતે અવરજવર રહેતી હોવાની ચર્ચા એફિડેવિટકાંડ બાદ ઊઠી હતી. બંગલાના માલિકો પૈકીના ગુપ્તા બંધુઓ પૈકી એક યોગેશે IPS અધિકારીની ઓળખ આપી મહિલા સાથે બબ્બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. યોગેશ ગુપ્તાની ધરપકડ થતાં સ્પષ્ટ થશે કે, તેમણે કયા IPS મિત્રનું નામ -ઓળખ વાપરીને આ કાંડ કર્યો હતો.

ગુપ્તાને હાઈકોર્ટમાં રાહત ના મળી

તત્કાલિન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Police Commissioner Sanjay Srivastava) હાઈપ્રોફાઈલ રેપ કેસની તપાસ મહિલા ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. IPS ના ખાસમખાસ મિત્ર સામે લાગેલા બળાત્કારના આરોપોની તપાસ એસીપી હિમાલા જોશી (ACP Himala Joshi) ને સોંપવામાં આવી ત્યારથી આ મામલો ચર્ચામાં રહ્યો છે. હાઈપ્રોફાઈલ Rape Case ના આરોપી યોગેશ ગુપ્તાએ FIR રદ્ કરવા ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્વાર પણ ખખડાવી ચૂક્યાં છે. હાઈકોર્ટમાંથી રાહત નહીં મળતા યોગેશ ગુપ્તા કેટલાંક મહિનાઓથી જુદાજુદા રાજ્યોમાં નાસતા ફરતા હતા. ગુપ્તા ધરપકડથી બચવા મથુરામાં પૂજારી બનીને રહેવા લાગ્યા હતા. મહિનાઓથી યોગેશ ગુપ્તાને શોધી રહેલી Ahmedabad Police ને આખરે સફળતા મળી જ ગઈ.

આ પણ વાંચો – Gujarat ATS ની ચાલાકી, તોડબાજ PI તરલ ભટ્ટ બરાબરના ભેરવાયા

આ પણ વાંચો – Gujarat ATS : મહા તોડકાંડના સૂત્રધાર PI તરલ ભટ્ટનો ફરી કેમ મેળવ્યો કબજો ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter