Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન પૂર્ણ થઈ ગયાના 22 દિવસો બાદ પણ હજી સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી. આથી પદવીદાન પૂર્ણ થયાના આટલા દિવસો પછી પણ ડિગ્રી વિદ્યાર્થીઓ સુધી ના પહોંચતા વિવાદોનો દોર શરૂ થઈ ગયો છે. અને ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ફરી એકવાર વિવાદો વચ્ચે ઘેરાયેલી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) અવાર નવાર વિવાદોના ઘેરામાં જોવા મળી આવી છે. આમ, અવાર નવાર વિવાદોના ઘેરામાં જોવા મળતી ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર કથળતું નજરે પડી રહ્યું છે.
પદવીદાન સમારોહ પણ વિવાદોની વચ્ચે યોજાયો
આશરે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ પદવી માટે ઘરે રાહ જોઈને બેસી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) નું તંત્ર ઊંઘતું હોય તેવું જણાઈ રહ્યું છે. પદવીદાન સમારોહની વાત કરવામાં આવે તો આ વખતે પદવીદાન સમારોહ પણ વિવાદોની વચ્ચે યોજાયો હતો. ગત 19 જાન્યુઆરી 2024ના રોજ 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં 51,622 વિધાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યાં હતા. દીક્ષાંત સમારોહના દિવસે માત્ર મેડિલ અર્પણ કરવામાં આવે છે. એ પછી અઠવાડીયા-દસ દિવસમાં વિધાર્થીઓને પોસ્ટ મારફતે પદવી તેમના સરનામે મોકલી દેવામાં આવે છે.
વિધાનસભાનું સત્ર-બજેટ આવવાથી પ્રિન્ટિંગમાં વિલંબ
પદવીદાન યોજાયાના 22 દિવસ બાદ પણ હજી વિધાર્થીઓને પદવી ન મળી હોવાનું વિધાર્થીઓ મારફતે જાણવા મળી આવ્યું છે. જોકે, આ અંગે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રિન્ટીંગનું કામ સરકારી પ્રેસમાં કરાવવામા આવે છે.જેથી વિધાનસભાનું સત્ર-બજેટ આવવાથી પ્રિન્ટિંગમાં થોડો વિલંબ થઈ રહ્યો છે, અને બે-ત્રણ દિવસમાં જ વિતરણ શરૂ કરી દેવામાં આવશે. જોકે, પદવીદાન સમારોહ પૂર્ણ થયાના આટલા દિવસો બાદ પણ પદવી ન મળતા વિધાર્થીઓ રાહ જોઇને બેઠા છે. મહત્વનું છે કે, આ વખતનો ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન ભારે વિવાદમાં પણ રહ્યો છે.
ગોલ્ડ મેડલ અને પારિતોષિક એનાયત કરવામાં ભારે અવ્યવસ્થા
આ વખતે પદવીદાનના 22 દિવસ બાદ પણ વિધાર્થીઓને પદવી ન મળતાં શિક્ષણ આલમમાં પણ ભારે ચકચારી મચી જવા પામી છે. આ વખતે પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ અને પારિતોષિક એનાયત કરવામાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. જે સેન્ટર છેલ્લા એક-બે વર્ષથી વપરાશમાં લેવાઈ ગયુ છે તેવા અટલ કલામ સેન્ટરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- Rajkot : કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક ઝડપાયો, મોટા માથાઓની સંડોવણી! તપાસ ધીમી હોવાનો આરોપ