+

Gujarat Politics : 19 મહિલા ચૂંટણી લડી, 4 સાંસદ બની, આ 5 બેઠકો BJP માટે જેકપોટ સમાન

Gujarat Politics : લોકસભા ચૂંટણી 2024 માં (Lok Sabha elections2024) ગુજરાતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે, સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો…

Gujarat Politics : લોકસભા ચૂંટણી 2024 માં (Lok Sabha elections2024) ગુજરાતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે, સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક મારવાનું પાર્ટીનું સપનું રેડાયું છે. આ વખતે રાજ્યમાં ભાજપે (BJP) 26 માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો છે. જો કે, અનેક બેઠક પર સતત 8 થી 11 વખત જીતવાનો નવો રેકોર્ડ પણ સર્જ્યો છે. બનાસકાંઠાને (Banaskantha) બાદ કરતા તમામ બેઠકો પાર્ટીએ જીતી છે. જ્યારે 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. રાજ્યમાંથી 4 મહિલા સાંસદ બન્યા છે.

રાજ્યમાં 4 મહિલા સાંસદ બન્યા

જણાવી દઈએ કે, રાજ્યમાં 62 વર્ષ બાદ બનાસકાંઠાને (Banaskantha) મહિલા સાંસદ મળ્યા છે. અગાઉ વર્ષ 1962 માં ઝોહરાબેન ચાવડા (Zohraben Chavda) સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યાર હવે વર્ષ 2024માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં 4 મહિલા સાંસદ તરીકે ચૂંટાયા છે, જેમાં પૂનમબેન માડમ (Poonamben Madam), ગેનીબેન ઠાકોર, નીમુબેન બાંભણિયા, શોભનાબેન સામેલ છે. જણાવી દઈએ કે, પૂનમબેન સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે રાજ્યમાં 19 મહિલા ચૂંટણી લડી હતી અને 9 બેઠક એવી છે જ્યાં મહિલા સાંસદ મળ્યા નથી. આ પહેલા વર્ષ 2019 માં સૌથી વધુ 6 મહિલા સાંસદ બન્યા હતા.

5 બેઠક પર BJP ના મૂળિયા દાયકાથી કોઈ હલાવી શક્યું નથી

ગઈકાલે લોકસભા ચૂંટણીના પરિણામોની (Lok Sabha elections 2024) જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં (Gujarat Politics) 26 પૈકી 25 બેઠકો પર ભગવો લહેરાયો હતો એટલે કે ભાજપને 25 બેઠકો પર જીત મેળવી હતી. આ સાથે અનેક બેઠક પર સતત 8 થી 11 વખત પાર્ટીએ જીતવાનો નવો રેકોર્ડ સર્જયો છે. ગુજરાતની 5 બેઠક ગાંધીનગર (Gandhinagar), ભાવનગર, કચ્છ, વડોદરા (Vadodara) અને ભરૂચ બેઠક પર રેકોર્ડ જીત હાંસલ કરી છે. આ 5 બેઠક પર ભાજપના મૂળિયા દાયકાથી કોઈ હલાવી શક્યું નથી. ગાંધીનગર બેઠક પર ભાજપનો ગઢ 35 વર્ષથી અડીખમ છે. જ્યારે ભાવનગરમાં (Bhavnagar) સતત 9 મી વખત ભાજપે જીત મેળવી છે. કચ્છની વાત કરીએ તો વર્ષ 1996 થી ભાજપના ઉમેદવાર અપરાજિત રહ્યાં છે.

 

આ પણ વાંચો – Gujarat Politics : લોકસભા ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં આવશે મોટો ભૂકંપ!

આ પણ વાંચો – Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

આ પણ વાંચો – Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!

Whatsapp share
facebook twitter