અકસ્માત (accident)ના નવા કાયદાનો ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે ત્યારે મોટાભાગના શહેરોમાં ટ્રક અને ડમ્પર ચાલકો બેફામપણે ટ્રક અને ડમ્પર ચલાવીને લોકોનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રિયાલિટી ચેક (Reality Check) કરવામાં આવ્યું તો મોટાભાગના સ્થળો પર ડમ્પર ચાલકો અને ટ્રક ચાલકો બેફામપણે ટ્રક અથવા ડમ્પર હંકારતા જોવા મળ્યા હતા. રિયાલીટી ચેક (Reality Check )માં લોકોએ સરકારના નવા કાયદાનો વિરોધકર્યો હતો. અમદાવાદમાં રિયાલીટી ચેક (Reality Check ) કરવામાં આવ્યું હતું.
યમરાજ બનીને ફરતા ડમ્પર ચાલકો સામે સાવધ રહેવું જરુરી
હવે શહેરોમાં વાહન ચલાવતા કે રાહદારીઓએ યમરાજ બનીને ફરતા ડમ્પર ચાલકો સામે સાવધ રહેવું જરુરી બની કયું છે. ડમ્પર ચાલકોના બેફામ ડ્રાઇવિંગથી વાહન ચાલકો ભારે પરેશાન છે. ડમ્પર ચાલકો બેફામપણે વાહન ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે અને જાણે કો તેમને કોઇનો ડર ના હોય તેવું લાગી રહ્યું છે.
પોલીસ તંત્ર પણ ચૂપ
ઘણા સ્થળોએ તો ડમ્પરના નંબર પણ ના હોવાનું જોવા મળ્યું હતું તો લાયસન્સ અને અનુભવ વગરના ડમ્પર ચાલકો ડમ્પર ચલાવતા હોવાનું પણ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ છતાં પોલીસતંત્ર પણ ચૂપ છે. ડમ્પર ચાલકો સરકારના નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે પણ તેમને પ્રજા સવાલ પુછી રહી છે કે પહેલા તમે સરકારના ટ્રાફિકના નિયમોનું તો ચુસ્તપણે પાલન કરો,
તમામ ટ્રક ડ્રાઇવરો સરકારના નિયમોનું પાલન કરતા જ નથી
સમય વગર ભારે માલ સામાન સાથે નીકળતા ડમ્પરચાલકો સામે કાર્યવાહી કોણ કરશે તે સવાલ પુછાઇ રહ્યો છે. બેફામપણે ડમ્પર ચાલતા હોવાથી રસ્તા પર ધુળની ડમરીઓ ઉડે છે અને તેનાથી ડમ્પરની પાછળ આવી રહેલા વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી વાર અકસ્માતનું પણ આ જ કારણ જોવા મળે છે. તમામ ટ્રક ડ્રાઇવરો સરકારના નિયમોનું પાલન કરતા જ નથી.
લાપરવાહી દાખવીને નેટ પણ લગાવતા નથી
સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો વિરોધ આ ટ્રક ચાલકો કરી રહ્યા છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તે જ લોકો નિયમોનું પાલન પણ કરતા નથી. અમદાવાદમાંથી નીકળતા ડમ્પર ચાલકો ચાલુ વાહને ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. ડમ્પરમાં રેતી ભરેલી હોવા છતાં પણ લાપરવાહી દાખવીને નેટ પણ લગાવતા નથી.
ટ્રક ચાલકની સાથે સાથે તેના માલિકને પણ સજા મળવી જોઈએ
નવા કાયદામાં વધુ સજાની જોગવાઈ હોવાથી અને સજા સાથે દંડની રકમ પણ આપવાની હોવાથી આ વિરોધ થઇ રહ્યો છે. લોકોના જીવ બચાવવા અંગેના કાયદાના વિરોધને લઈને અમદાવાદના લોકોએ પ્રતિક્રિયા આપી હતી કે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી તેમની સ્પીડ પર અંકુશ આવશે. લોકોએ કહ્યું કે ટ્રક ચાલકની સાથે સાથે તેના માલિકને પણ સજા મળવી જોઈએ.
હિટ એન્ડ રનની ઘટનામાં યોગ્ય તપાસ થવી જોઈએ
લોકો એમ પણ જણાવી રહ્યા છે કે હિટ એન્ડ રનની ઘટનામાં યોગ્ય તપાસ થવી જોઈએ. જો કે અમુક ઘટનામાં ફોર વિહિલર ચાલકનો વાંક હોતો નથી પણ સ્પીડ અને તેના ડ્રાઇવિંગના આધારે સજા થવી જોઇએ. અમદાવાદના લોકો સરકારના સમર્થનમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે ટ્રક ચાલકો રસ્તા પર જતા ધૂળની ડમરી ઉડાડે છે જેને કારણે અકસ્માતો પણ વધુ થાય છે. જે ટ્રક ચાલકો નિયમો સાથે વાહન ના ચલાવે તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. નવો કાયદો આવવાથી અકસ્માત ઘટશે અને સાથે મૃત્યુ દર પણ ઓછો થશે.
આ પણ વાંચો—ARUN YOGIRAJ : ‘રામલલ્લા’ની મૂર્તિ બનાવનાર અરૂણ યોગીરાજ કોણ છે? PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ