+

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Gandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં આજે વિવિધ મુદ્દાઓ ઉઠ્યા હતા. જેમા ખાસ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કસ્ટોડીયલ ડેથ અને રાજ્યમાં સૌથી વધુ લાંચ રૂશ્વત વિરોધ દ્વારા 2 વર્ષમાં…

Gandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં આજે વિવિધ મુદ્દાઓ ઉઠ્યા હતા. જેમા ખાસ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કસ્ટોડીયલ ડેથ અને રાજ્યમાં સૌથી વધુ લાંચ રૂશ્વત વિરોધ દ્વારા 2 વર્ષમાં કેટલા ભ્રષ્ટાચારીઓને પકડી પાડવામાં આવ્યા જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. આ ઉપરાંત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંથી ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા હતા.

માંડવી અને ઓખા બેટ વચ્ચે ફેરી સર્વિસ બંઘ પડી હોવાનો સ્વીકાર સરકારે કર્યો

માંડવી અને ઓખા બેટ વચ્ચે ફેરી સર્વિસ બંઘ પડી હોવાનો સ્વીકાર સરકારે કર્યો હતો. વિધાનસભામાં માંડવીના ભાજપના નેતા અનિરૂધ્ધ દવેએ પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો કે, 2017 માં માંડવી અને ઓખા બેટ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરી હતી જે હાલ બંધ છે. જોકે સરકાર દ્વારા દિનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા 6 સ્થળો કંડલા, મુન્દ્રા, ઓખા, માંડવી, વાડીનાર આને જામનગરને એકબીજા સાથે ફેરી સર્વિસ થઈ જોડવા માટે આઈ.આઈ.ટી. મદ્દાસ મારફતે ડીટેઈલ્ડ ફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતા. આ રિપોર્ટનો અભ્યાસ અને સંકલનની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો સરકારે કર્યો હતો.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂપિયા 1174.60 કરોડની ચુકવણી

અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરીલે જમીનમાં રૂપિયા 1174.60 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નોના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું કે, હજુ અસારવા વિસ્તારમાં 36 ચોરસ મીટર જમીન સંપાદન બાકી રહે છે. અત્યાર સુધી અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ હેક્ટર 27-15-53 ચો.મી. જમીન સંપાદન કરવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કેટલી થઇ કસ્ટોડીયલ ડેથ ?

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કસ્ટોડીયલ ડેથના કુલ 173 કિસ્સા સામે આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર દ્વારા પુછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહ વિભાગે સ્વીકાર કર્યો કે, 2 વર્ષમાં જેલ કસ્ટડીમાં 145 અને પોલીસ કસ્ટડીમાં 28 કસ્ટોડીયલ ડેથના બનાવો બન્યા હતા. આ કેસોમાં જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે ફરજ મોકૂફી, ખાતાકીય તપાસ, રોકડ દંડ, બદલી સહિતના પગલાં ભરવામાં આવ્યા હતા. કસ્ટોડીયલ ડેથમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ કેસમાં વળતર ચૂકવવામાં આવ્યું ન હોવાની વાતનો પણ સ્વીકાર સરકારે કર્યો હતો.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર

રાજ્યમાં સૌથી વધુ લાંચ રૂશ્વત વિરોધ દ્વારા 2 વર્ષમાં 336 ભ્રષ્ટાચારીઓને પકડી પાડવામાં આવ્યા છે. રાજ્ય સરકારમાં વર્ગ 1 થી વર્ગ 4 ના સરકારી કર્મચારીઓ સામે કેસ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા પુછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે, છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં વર્ગ 1- 16, વર્ગ 2 – 57, વર્ગ 3 -247 અને વર્ગ 4 ના 16 ભ્રષ્ટાચારના મામલે કેસ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સૌથી વધુ કેસ ભ્રષ્ટાચારના ગૃહ વિભાગમાં 109, મહેસુલ વિભાગના 40, પંચાયત વિભાગના 37, શિક્ષણ વિભાગના 15 અને કેન્દ્ર સરકાર હસ્તકની કચેરીમાંથી 22 કેસ ભ્રષ્ટાચારના નોંધાયા છે.

સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકારે રૂ. 418.41 કરોડ આપ્યા

સરદાર સરોવર યોજના માટે છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે 1201.17 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 418.41 કરોડો સરદાર સરોવર યોજના માટે આપ્યા હોવાની વાતનો સરકારે લેખિત જવાબમાં સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય અરવિંદ લાગણીના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31/12/23 ની સ્થિતિએ સરકાર દ્વારા વર્ષ 2021-2022, 2022-2023 અને 2023-2024 દરમિયાન અનુક્રમે 714.43 કરોડ, 357.15 કરોડ અને 129.59 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. જોકે કેન્દ્ર સરકાર દ્વારા 2021-2022 અને 2022-2023 માં અનુક્રમે રૂપિયા 357.275 કરોડ અને 61.153 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. જેની સામે રાજ્ય સરકાર દ્વારા સરદાર સરોવર યોજના પાછળ 2021-2022 અને 2022-2023 દરમિયાન અનુક્રમે 765.135 કરોડ અને 335.303 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની અરજીઓ

રાજ્યમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેની અરજીઓમાંથી 1 લાખ 17 હજાર પેન્ડિંગ પડી હોવાનો સ્વીકાર સરકાર ગૃહમાં કર્યો હતો. રાજય સરકારે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે અત્યાર સુધી 3 વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. શહેરી વિકાસ વિભાગનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં સ્પષ્ટ જણાવ્યું કે, રાજ્યમાં કુલ 1 લાખ 29 હજાર અરજીઓ શહેરોમાંથી આવી, તેમાં 90 હજાર પડતર છે. અન્ય 19,592 નામંજુર કરી અને 19,749 મંજુર કરી હતી. નગરપાલિકા વિસ્તારમાં 7,690 અરજી આવી. તેમાથી 6802 પડતર પડી છે અને 802 મંજુર કરી છે. હજુ જુન 2024 સુધીની મુદત વધારવા આવી છે. સરકારે દાવો કર્યો કે આ મુદત પુરી થતાં સુધીમાં ઝડપી નિકાલ માટે સરકાર કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો – એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી!

આ પણ વાંચો – ગુજરાત 16મી ફેબ્રુઆરીથી શરૂ થતી NIDJAM 2024 ની યજમાની માટે તૈયાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter