+

Gujarat : પરિમલ નથવાણી અને ગૌતમ અદાણીએ પણ કર્યું મતદાન

Gujarat : ગુજરાત (Gujarat) માં લોકસભાની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક દિગ્ગજો પણ પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. પરિમલ નથવાણીએ પણ તેમના…

Gujarat : ગુજરાત (Gujarat) માં લોકસભાની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક દિગ્ગજો પણ પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. પરિમલ નથવાણીએ પણ તેમના વતન જામખંભાલીયામાં વતન આપ્યો હતો જ્યારે અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મત આપ્યો હતો.

પરિમલ નથવાણીએ કર્યું મતદાન

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી આજે સવારે પોતાના વતન જામખંભાલીયા પહોંચ્યા હતા અને પોતાનો અમબલ્ય મત આપ્યો હતો. તેમણે કહ્યું કે હાલ લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. હું મારા વતન જામખંભાળીયામાં મત આપવા આવ્યો છું. દેશ માટે અને નાગરીકો માટે આ જરુરી છે. લોકશાહી માટે મત આપવો જરુરી છે. દેશને મજબૂત કરવા મત આપવો જોઇએ. હું કહીશ કે મે તો મત આપ્યો છે તમે પણ આપો.

ગૌતમ અદાણીએ પણ કર્યું મતદાન

આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ મુમતપુરા પ્રાથમિક શાળા ખાતે સવારે પહોંચ્યા હતા અને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. તેમણે મત આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે લોકશાહીમાં દરેકે પોતાના મતાધીકારનો ઉપયોગ કરવો જોઇએ. તેમણે દરેક નાગરીકને મત આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો– LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

આ પણ વાંચો—- Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, 11 વાગ્યા સુધીમાં સરેરાશ 25.41 ટકા મતદાન…

આ પણ વાંચો— VADODARA : રાજવી પરિવારે મતદાન કર્યું, જાણો રાજમાતાએ શું કહ્યું

આ પણ વાંચો—- Lok Sabha elections : મતદાન દરમિયાન અહીં ખોટકાયાં EVM મશીન, મતદારોને ભારે હાલાકી

આ પણ વાંચો— Madhya Pradesh : PM મોદીએ એક વોટની શક્તિ બતાવી, વિપક્ષ પર પ્રહારો કર્યા, જાણો શું કહ્યું…

Whatsapp share
facebook twitter