+

GONDAL : સો ફુટ પાણી ભરેલા કુવામાં બાળકી ડૂબી ગઈ; ત્રીજા દીવાસે લાશ મળી

ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં આવેલી વાડીમાં સાત વર્ષની બાળકી કુવામાં પડી જતા આજે બપોરે તેનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી તાલુકા પોલીસે તપાસ હાથ…
ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં આવેલી વાડીમાં સાત વર્ષની બાળકી કુવામાં પડી જતા આજે બપોરે તેનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આકસ્મિક રીતે કૂવામાં ખાબકી બાળકી

પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના અને બે દિવસ પહેલા મોવીયાની સીમમાં અરવિંદભાઈ પટેલની વાડીએ ખેતમજુરી માટે આવેલા કાજુભાઈ વસુનીયાની સાત વર્ષીય પુત્રી રાધી બે દીવસ પહેલા તા.૪ ની રાત્રે વાડીનાં કુવા પાસે રમી રહી હતી. ત્યારે અકસ્માતે કુવામાં ખાબકતા ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતુ.બનાવ બાદ બાળકીનાં પરીવારે તેની શોધખોળ કરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

કુવામાં પડી ગયાની શંકાએ તપાસ કરી હતી. પણ કુવો સો ફુટ ઉંડો અને પાણી ભરેલો હોય પરીવાર લાચાર બન્યું હતુ. દરમિયાન આજે બપોરના કુવામાં બાળકીનો મૃતદેહ તરતો જોવા મળતા તાલુકા પોલીસને જાણ કરાતા એએસઆઇ રીનાબેન માલવીયા સહિત સ્ટાફ દોડી આવી તરવૈયાની મદદ લઇ મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો.મધ્યપ્રદેશનો ખેતમજુર પરીવાર હજુ બે દિવસ પહેલા જ વાડીમાં મજુરીકામે લાગ્યો હતો.અને તે દીવસે જ રાત્રે કરુણાંતિકા સર્જાઇ હતી.કાજુભાઈને પાંચ દીકરાઓ છે. જેમાં કુવામાં ડુબી જનાર રાધી ત્રીજા નંબરની હતી.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter