+

Gondal: જસદણ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત, ખાંડાધારના પૂર્વ સરપંચના પુત્રનું મોત

Gondal: ગોંડલ શહેર અને પંથકમાં જાણે યમરાજા પડાવ નાખીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. રોજિંદા નાના મોટા અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે આજે પણ વહેલી સવારે…

Gondal: ગોંડલ શહેર અને પંથકમાં જાણે યમરાજા પડાવ નાખીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. રોજિંદા નાના મોટા અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે આજે પણ વહેલી સવારે ગોંડલ જસદણ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોંડલ (Gondal) તાલુકાના ખાંડાધાર ગામના પૂર્વ સરપંચના પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવક વહેલી સવારે ખાંડાધારથી ખારચિયા ગામે સુરપુરાના દર્શન કરવા જતો હતો.

યુવક વહેલી સવારે ખારચિયા ગામે સુરાપુરાના દર્શન કરવા જતો હતો

ગોંડલ (Gondal) તાલુકાના ખાંડાધાર ગામનો યુવક વહેલી સવારે પોતાના ઘરેથી ખારચિયા ગામે સુરાપુરાના દર્શન કરવા જતો હતો. ત્યારે ગોંડલ જસદણ હાઇવે પર આવેલ રામોદ અને નાના માંડવા વચ્ચે ટાટા (407) અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કાર ટોટલ લોશ થઈ જવા પામી હતી અને ટાટા (407) પલ્ટી મારી જવા પામ્યું હતું. અકસ્માત ની સમગ્ર ઘટના ને લઈને ગોંડલની 108 એમ્બ્યુલન્સ પાયલોટ પ્રતાપ ભાઈ અને ઈએમટી કાનજીભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કાર ચાલક હાર્દિક આસોદરિયાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પૂર્વ સરપંચ ચંદુભાઈ આસોદરિયાના પુત્રનું ઘટના સ્થળે જ મોત

અકસ્માતની સમગ્ર ઘટના ની તપાસ કોટડા સાંગાણી પોલીસે હાથ ધરી હતી. ગોંડલ તાલુકાના ખાંડાધાર ના પૂર્વ સરપંચ ચંદુભાઈ આસોદરિયા ના એક ના એક પુત્ર હાર્દિક ચંદુભાઈ આસોદરિયા ઉ.વ.28 નું અકસ્માત માં મોત નીપજ્યું હતું. મૃતક સંદીપ બી.કોમ સુધી નો અભ્યાસ કરેલ છે. પરિવાર માં માતા પિતા અને ચાર બહેનો માં સૌથી નાનો હતો. અકસ્માત ની જાણ ગ્રામજનો, સગા સ્નેહીને થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે, અત્યારે યુવકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Surat: ‘જાન દેંગે જમીન નહીં’ નવી વીજ લાઈનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

આ પણ વાંચો: Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી…

આ પણ વાંચો: Sabarkantha: ટેકાના ભાવે બાજરી વેચવા 1450 ખેડુતોએ કરાવી નોંધણી, આ વર્ષે 30 રૂપિયાનો વધાર્યો

Whatsapp share
facebook twitter